ETV Bharat / city

Asaram Rape Case: ટ્રાયલ 4 મહિનામાં પૂર્ણ કરી ચુકાદો જાહેર કરવા ગાંધીનગરની સેશન્સ કોર્ટને ગુજરાત હાઇકોર્ટનો આદેશ - આસારામ જોધપુર સેન્ટ્રલ જેલ

ગુજરાત હાઇકોર્ટે બળાત્કાર કેસ (gujarat high court on asaram rape case)ના આરોપી આસારામની સામે ચાલતી ટ્રાયલ (trial against asaram) 4 મહિનામાં પૂરી કરીને ચુકાદો જાહેર કરવા ગાંધીનગરની સેશન્સ કોર્ટ (gandhinagar sessions court)ને આદેશ આપ્યો છે. ગાંધીનગરની સેશન્સ કોર્ટમાં ચાલતી ટ્રાયલ સુરતની એક મહિલા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો સાથે સંબંધિત છે. 1997થી 2006 દરમિયાન આશ્રમમાં આસારામે તેનું શારીરિક શોષણ (asaram charged with physical abuse) કર્યું હોવાનો આરોપ છે.

Asaram Rape Case: ટ્રાયલ 4 મહિનામાં પૂર્ણ કરી ચુકાદો જાહેર કરવા ગાંધીનગરની સેશન્સ કોર્ટને ગુજરાત હાઇકોર્ટનો આદેશ

author img

By

Published : Dec 10, 2021, 9:11 PM IST

  • આસારામ સામેની ટ્રાયલ 4 મહિનામાં પૂર્ણ કરવા ગુજરાત હાઈકોર્ટનો આદેશ
  • ટ્રાયલ પૂર્ણ કરીને ચુકાદો જાહેર કરવા ગાંધીનગર સેશન્સ કોર્ટને આદેશ
  • મહિલાએ આસારામે તેનું શારીરિક શોષણ કર્યું હોવાનો આરોપ મૂક્યો હતો

અમદાવાદ: બળાત્કાર કેસના આરોપી આસારામ (gujarat high court on asaram rape case)ની સામે ચાલતી ટ્રાયલ (trial against Asaram) 4 મહિનામાં પૂરી કરીને ચુકાદો જાહેર કરવા ગાંધીનગરની સેશન્સ કોર્ટને ગુજરાત હાઇકોર્ટે (gandhinagar sessions court) આદેશ આપ્યો હતો. મહત્વનું છે કે હાલ ગાંધીનગરની સેશન્સ કોર્ટમાં ચાલતી ટ્રાયલમાં મોટાભાગના સાક્ષીઓની જુબાની લઈ લેવામાં આવી છે. હવે સરકાર તરફના સાક્ષીઓની જુબાની બાકી છે. આસારામે અગાઉ ગુજરાત હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જેની સામે આજે હાઈકોર્ટે સેશન્સ કોર્ટને નિર્દેશ આપ્યો હતો.

1997થી 2006 દરમિયાન શારીરિક શોષણ

મહત્વનું છે કે, આસારામ બળાત્કારના અન્ય એક કેસમાં રાજસ્થાનની જોધપુર જેલ (asaram jodhpur central jail)માં બંધ છે. ગાંધીનગરની સેશન્સ કોર્ટમાં ચાલતી ટ્રાયલ સુરતની એક મહિલા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો સાથે સંબંધિત છે. મહિલાએ આરોપ મૂક્યો હતો કે, જ્યારે તે 1997થી 2006 દરમિયાન આશ્રમમાં રહી હતી ત્યારે આસારામે તેનું શારીરિક શોષણ કર્યું હતું. આ સાથે તેની નાની બહેને પણ આસારામના પુત્ર નારાયણ સાંઇ વિરૂદ્ધ આવી જ ફરિયાદ નોંધાવી હતી.

માત્ર 4 સાક્ષીઓની જુબાની લેવાની બાકી

ગાંધીનગર સેશન્સ કોર્ટમાં આસારામ સામે ટ્રાયલ ચાલતા ગુજરાત હાઇકોર્ટમાં તેણે જામીન માટેની અરજી (asaram's bail application) કરી હતી, જે ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી હતી. આસારામ પોતે 84 વર્ષના થયા છે અને 8 વર્ષથી જેલમાં હોવાની સાથે આજે વિવિધ બીમારીઓથી પીડાઇ રહ્યા હોવાની રજૂઆત કોર્ટ સામે કરી હતી. હાઇકોર્ટમાં સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, આસારામની સામે ગાંધીનગર કોર્ટમાં ચાલી રહેલી ટ્રાયલમાં પ્રોસિક્યુશન તરફના 25 સાક્ષીઓને પડતા મૂકવા મંજૂરી મંગાઇ હતી જે ઝડપથી મંજૂર થશે. હવે માત્ર 4 સાક્ષીઓની જુબાની લેવાની બાકી છે. ટ્રાયલમાં વિલંબનું કારણ આ કેસમાં નિયમિત જામીન મંજૂર કરવા હાઇકોર્ટે સ્વીકારવું જોઈએ નહીં તેવી રજૂઆત પણ સરકારી વકીલ તરફથી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: CDS Helicopter Crash In Coonoor: દુર્ઘટનામાં એકમાત્ર જીવિત બચેલા વરુણ સિંહે ગુજરાતના આ શહેરમાં કર્યો હતો અભ્યાસ

આ પણ વાંચો: Corona In Surat: એક જ પરિવારના 6 લોકો કોરોના પોઝિટિવ, 2 વર્ષનું બાળક પણ કોરોનાગ્રસ્ત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.