અમદાવાદ : અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દર્દી પર સાતમી વાર હિપ રિપ્લેસમેન્ટ (Hip Replacement Patient) કરવામાં સફળતા મળી છે. આફ્રિકન દેશના ઘાનાના બોલ્ગાટાંગા શહેરના નાન્સતા સાલીકુ 65 વર્ષની મહિલા 2016માં પડી જતા હિપમાં (Patient from City Ghana) ફ્રેક્ચર થયું હતું. આ દર્દી પર હિપ રિપ્લેસમેન્ટની સર્જરી 6 વખત નિષ્ફળ ગઈ હતી. ડોક્ટર વિક્રમ શાહ અને તેમની ચાર ડોકટરોની ટીમે આ સર્જરી કરીને સફળતા મેળવી છે.
આ પણ વાંચો : First Hip Replacement Operation in Navsari: નવસારી સિવિલ હોસ્પિટલમાં સૌપ્રથમ વખત થયું હિપ રિપ્લેસમેન્ટ ઓપરેશન, જુઓ
પગ 3 સેમી ટૂંકો - ઘાનામાં નિષ્ણાત તબીબો અને અનુભવના અભાવના કારણે સર્જરીમાં ખામી રહી જતી હતી. જે બાદ દર્દીએ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની શરૂઆત કરી. સેલબીના ડોક્ટર વિક્રમ શાહે જણાવ્યું હતું કે, 5 વખત અલગ અલગ કારણથી ઓપરેશનની જરૂરિયાત ઉભી થઇ હતી. જેના કારણે તેમનો પગ લગભગ 3 સેમી જેટલો ટૂંકો થઈ ગયો હતો. જેના કારણે ચાલવામાં સમસ્યા થતી હોવાથી લગભગ 2 વર્ષથી પાથરી વશ થઈ ગયા હતા. વારંવાર ઓપરેશન નિષ્ફળ થતાં આ વખતે ઓપરેશનથી વધુ મુશ્કેલી (Hip Replacement Case) અને પડકારરૂપ સાબિત થયું હતું.
આ પણ વાંચો : ફિઝિયોથેરપી ફક્ત હાડકાંને સ્નાયુઓ માટે નથી હોતી, જોણો વિશેષ માહિતી...
એસીટાબ્યુલમને હાડકાને નુકસાન કર્યા વગર રિવાઇઝ - વધુમાં જણાવ્યું હતું કે, એસીટાબ્યુલમને ખાસ ઇન્સ્ટ્રુમેન્ટેશન વડે હાડકાને નુકસાન કર્યા વિના રિવાઇઝ કરવામાં આવ્યું હતું.સોકેટને ઠીક કરવા માટે મોટી સાઈઝના કપ અને સ્ક્રુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.જે ભવિષ્યમાં કોઈ સમસ્યા ના થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. તેમના ઓપરેશન (Hip Replacement Operation) બાદ સાજા થવા માટે 3 અઠવાડિયા સુધી બેડ રેસ્ટ પર રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ વોકરના સહારે ચલાવવામાં આવ્યા અને છ અઠવાડિયા બાદ તે દુખાવા કે લંગડાયા વિના ચાલવામાં સક્ષમ બન્યા અને પોતે ચાલીને પોતાના ઘરે પરત ફર્યા હતા.