- ઉત્તરાયણને લઈને પોલીસનું જાહેરનામું
- જાહેર રોડ પર પતંગ ઉડાવવા પર પ્રતિબંધ
- જાહેરનામાના ભંગ બદલ થશે કાર્યવાહી
- શા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું?
અમદાવાદઃ દર વર્ષે અનેક લોકો રોડ પર પતંગ ઉડાવે અથવા પતંગ લેવા દોડે ત્યારે અકસ્માત સર્જાય છે. આ માટે અકસ્માત ન સર્જાય અને હાનિ ન પહોંચે તે માટે જાહેરનામું પાડવામાં આવ્યું છે, જેમાં 10 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી જાહેર રસ્તા પર અન્ય લોકોને હાનિ કે ઈજા પહોંચે તે રીતે પતંગ ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત જો કપાયેલા પતંગ જાહેર માર્ગ પર લેવા માટે પણ જવું નહીં. આ જાહેરનામાનો ભંગ સામે કાર્યવાહી કરવામાં આવશે.
જાહેરનામાનું 22 દિવસ કડક પાલન કરવું પડશે
પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે કલમ 188 મુજબ તથા અન્ય દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આ માટે 22 દિવસ સુધી કડકપણે આ જાહેરનામાનું પાલન કરવું પડશે.