અમદાવાદઃ અમદાવાદ શહેરમાંથી વાહનચોરી કરતાં ઇસમની અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચને એક ચોક્કસ બાતમી મળી હતી જેમાં તપાસના આધારે ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ ઇસમ તુષાર ઉર્ફે ભુરીયો અમદાવાદના ગોતા વિસ્તારમાં રહે છે. જે છેલ્લાં કેટલાય દિવસોથી અમદાવાદ શહેરને બાનમાં લીધું હતું અને અમદાવાદ શહેરમાં એક બાદ એક વાહન ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યો હતો.
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે 22 વાહનની ચોરી કરનાર ઇસમની કરી ધરપકડ બાતમી મળતાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સતર્ક હતી. CCTVના માધ્યમથી તપાસ કરતાં ભુરિયાને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો છે. તુષાર ઉર્ફે ભુરિયાની પૂછપરછ દરમિયાન અનેક એવા ખુલાસા થયાં છે. અમદાવાદમાં છેલ્લાં સાત મહિનાથી અલગ અલગ વિસ્તારોમાં ચોરીને અંજામ આપી રહ્યાં હતાં. અમદાવાદ શહેરના શાહીબાગ, એરપોર્ટ, સરદારનગર, નરોડા, કૃષ્ણનગર, અડાલજ, નારણપુરા, સોલા સહિત અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાંથી કુલ 22 વાહનચોરીને અંજામ આપ્યો હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. સાથે જ આરોપીઓએ દર્શાવેલી જગ્યા પરથી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે 12થી વધુ વાહનો પણ હાલ તપાસ અર્થે કબજે લીધેલ છે.
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે 22 વાહનની ચોરી કરનાર ઇસમની કરી ધરપકડ પકડાયેલા આરોપીના ગુનાહિત ઈતિહાસની જો વાત કરીએ તો અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 2004થી લઈ આજ દિવસ સુધીમાં વાહનચોરીના કુલ 38થી વધુ ગુના દાખલ કરવામાં આવ્યાં છે. જે ગુનાઓ કરવા બદલ ત્રણ વાર અટકાયત કરવામાં આવી છે. જેમાં જામનગર. સુરત તથા વડોદરા જેલમાં અટકાયતી તરીકે રાખવામાં આવેલ છે. તેમ જ આરોપીએ આશરે પંદર દિવસ પહેલાં સાઉથ બોપલ વિસ્તારમાંથી પણ પેશન પ્રો બાઇકની ચોરી કરી છે જેનો ગુનો પણ આરોપીએ કબૂલ્યો છે.