અમદાવાદ : હાટકેશ્વર વિસ્તારમાં AMTS બસ સ્ટેશન પાછળ આવેલી કર્મભૂમિ સોસાયટીના એક ઘરમાં અચરજ પામે તેવી રીતે આગ લાગી હતી. ઘરના મંદિરમાં દીવો સળગતો હતો. આ બાદ, અચાનક દિવાની વાટ ઉંદર ખેંચીને લઈ ગયો જતા અને કપડાંમાં સહિત અનેક જગ્યાએ આગ લાગી હતી. આ આગને કારણે આખું ઘર બળીને ખાખ થઈ ગયું હતું. આ ઉપરાંત, 2 લાખની રોકડ પણ બળી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.
આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો : સ્થાનિક લોકો દ્વારા પણ પાઇપ વડે પાણીની મોટરો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આગ કાબુમાં ન આવતા ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. અમદાવાદ હાટકેશ્વર વિસ્તારમાં AMTS બસ સ્ટેશન પાછળ આવેલી કર્મભૂમિ સોસાયટીમાં રહેતા વેપારી વિનોદભાઈના મકાનમાં આજે સવારે 10 વાગ્યે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.
દિવાની વાટને ઉંદર ખેંચીને ભાગ્યો : વેપારી વિનોદભાઈના જણાવ્યા મુજબ, ચૈત્ર નવરાત્રી હોવાથી તેમણે ઘરમાં દિવો લગાવ્યો હતો. આ બાદ સળગતી દિવાની વાટને ઉંદર ખેંચીને ભાગી જતા આખા ઘરમાં આગ લાગી હતી. આગના કારણે ઘર બળીને ખાખ થઈ ગયું હતું અને ઘરમાં રાખેલા બ2 લાખ રૂપિયા પણ બળીને ખાખ થઈ ગયા હતા. આગમાં કોઈ જાનહાની થઈ નથી. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. સ્થાનિક લોકોએ પણ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો.