મુંબઈ : અદાણી ગ્રુપ-હિંન્ડબર્ગ કેસ મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ શેરબજારમાં અદાણી ગ્રુપના શેરને અસર થઈ હતી. સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી થોડા સમય બાદ અદાણી ગ્રૂપના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ ટ્રેડિંગ સેશનના અંત સુધીમાં અદાણી ગ્રુપના તમામ શેર ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. અદાણી ગ્રૂપની મુખ્ય કંપનીએ સેશન દરમિયાન 9 ટકાથી વધુનો વધારો કર્યો હતો અને ત્યારથી તે લગભગ 8 ટકા ઘટ્યો હતો. અદાણી એન્ટરપ્રાઇઝના શેરનું કુલ માર્કેટકેપ રૂ. 3.65 લાખ કરોડ છે, જે બુધવારના રોજ 9.4 ટકા વધીને રૂ. 3,199.45 પર પહોંચ્યા હતા.
અદાણી ગ્રુપના શેર : જોકે ટ્રેડિંગ સેશન દરમિયાન શેર દિવસના ઉચ્ચતમ સ્તરથી લગભગ 7.54 ટકા ઘટીને રૂ. 2957.05 થયા હતા. ત્યારબાદ જેમ જેમ સેશન આગળ વધતું ગયું તેમ તેમ સ્ટોક રૂ. 3,000 ના લેવલે પહોંચ્યા હતા. હિન્ડેનબર્ગના રિપોર્ટે અદાણી ગ્રૂપના સ્ટોકમાં ભારે વેચવાલી શરૂ કરી હતી અને મોટી કંપનીઓ તેમની ટોચ પરથી 75 ટકાથી વધુ ઘટી હતી. આજના કારોબાર બાદ અદાણી ગ્રુપના તમામ શેર ગ્રીન ઝોનમાં બંધ થયા હતા.
- અદાણી એન્ટરપ્રાઇઝ 2.48 ટકાના ટર્નઓવર સાથે રૂ. 3,005.00 પર બંધ રહ્યો હતો.
- અદાણી પોર્ટ 1.58 ટકાના ઉછાળા સાથે રૂ. 1,095.40 પર બંધ રહ્યો હતો.
- અદાણી પાવર 4.99 ટકાના ઉછાળા સાથે રૂ. 544.50 પર બંધ રહ્યો હતો.
- અદાણી ગ્રીન એનર્જી 5.95 ટકાના વધારા સાથે રૂ. 1,699.00 પર બંધ થયો હતો.
- અદાણી ટોટલ ગેસનો શેર 10 ટકાના ઉછાળા સાથે રૂ. 1,100.95 પર બંધ થયો હતો.
- અદાણી વિલમરનો શેર 4.05 ટકાના વધારા સાથે રૂ. 381.45 પર બંધ રહ્યો હતો.
- અદાણી સિમેન્ટનો શેર 0.83 ટકાના ઉછાળા સાથે રૂ. 535.30 પર બંધ રહ્યો હતો.
- અદાણી ACC નો શેર 0.46 ટકાના ઉછાળા સાથે રૂ. 2,277.80 પર બંધ થયો હતો.
- NDTV નો શેર 3.75 ટકાના ઉછાળા સાથે રૂ. 282.40 પર બંધ રહ્યો હતો.