નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ વધારો થઈ રહ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) એ ગુરુવારે ફરીથી તેલના ભાવમાં વધારો કર્યો. ભાવમાં વધારો થયો એવો આ સતત 12 મો દિવસ છે.
ગુરુવારે પેટ્રોલના ભાવમાં 53 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ પાટનગર દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 77.81 સુધી પહોંચી ગયો હતો. તે જ સમયે, ડીઝલના ભાવમાં 64 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. આ પછી, દિલ્હીમાં એક લીટર ડીઝલની કિંમત 76.43 રૂપિયા થઈ ગઈ છે.
પેટ્રોલના ભાવ પ્રતિલીટર
દિલ્હી | 77.81 રુપિયા |
મુંબઇ | 84.66 રુપિયા |
ચેન્નાઇ | 81.32 રુપિયા |
કોલકાતા | 79.59 રુપિયા |
ડીઝલના ભાવ પ્રતિલીટર
દિલ્હી | 76.43 રુપિયા |
મુંબઇ | 74.93 રુપિયા |
ચેન્નાઇ | 74.23 રુપિયા |
કોલકાતા | 71.76 રુપિયા |
દરરોજ સવારે છ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.