ETV Bharat / business

ખાનગીકરણ: BPCLને ખરીદવા માટે બોલી લગાવી શકે છે મુકેશ અંબાણીની રિલાયન્સ

સૂત્રોના જણાવ્યા અનુસાર BPCL માટે રશિયાની ઉર્જા કંપની રોસનેફ્ટ અથવા તેના સંલગ્ન એકમો, સાઉદી અરેબિયન પેટ્રોલિયમ કંપની સાઉદી અરામકો અને અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બોલી લગાવી શકે છે.

મુકેશ
મુકેશ
author img

By

Published : Jul 30, 2020, 3:50 PM IST

નવી દિલ્હી: વર્લ્ડની દિગ્ગજ કંપની બીપી પીએલસી અને ફ્રાન્સની ટોટલની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (BPCL) માટે બોલી લગાવવાની યોજના નથી. આ કંપનીઓ BPCLની ઓઇલ રિફાઇનરીઓ અને દેશના શ્રમ કાયદાઓને લઇને વિવાદમાં છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર BPCL માટે, રશિયાની ઉર્જા કંપની રોસનેફ્ટ અથવા તેના સંલગ્ન એકમો, સાઉદી અરેબિયન પેટ્રોલિયમ કંપની સાઉદી અરામકો અને અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બોલી લગાવી શકે છે.

સરકાર દેશની ત્રીજી સૌથી મોટી ઓઇલ રિફાઇનરી અને બીજી સૌથી મોટી ફ્યુઅલ રિટેલર કરનારી કંપનીમાં તેનો સંપૂર્ણ 52.98 ટકા હિસ્સો વેચવા જઈ રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલના બજાર મૂલ્ય અનુસાર રોકાણકારોએ આશરે 10 અબજ ડોલર અથવા 75,000 કરોડ રૂપિયા ખર્ચ કરવા પડશે. આમાં સરકારના હિસ્સાની ખરીદી કર્યા પછી શેરધારકોની ખુલ્લી ઓફર દ્વારા 26 ટકા વધારાના હિસ્સાની ખરીદીના મૂલ્ય સામેલ છે.

BPCL હસ્તગત કરનારી કંપનીને તેની ત્રણ રિફાઇનરીઓ - મુંબઈ, કેરળની કોચી અને મધ્યપ્રદેશમાં બીના રિફાઇનરી ઉપરાંત 16,309 પેટ્રોલ પમ્પ, 6,113 એલપીજી વિતરણ એજન્સીઓ અને 256 ઉડ્ડયન બળતણ સ્ટેશનોમાં 20 ટકાથી વધુની માલિકી મળશે.

બોલી પ્રક્રિયાની જાણકારી રાખનારા એક સ્ત્રોતે જણાવ્યું હતું કે, BPCL મેળવવાની રેસમાં સામેલ કંપનીઓ માટેનું સૌથી મોટું આકર્ષણ બળતણ વેચાણનું છૂટક નેટવર્ક છે. આ માર્કેટમાં BPCLનો હિસ્સો 22 ટકા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.