હવામાન વિભાગે જૂન મહિનાથી માંડીને સપ્ટેમ્બર મહિના સુધીમાં 96 ટકા વરસાદ આવવાની આગાહી કરી છે. એટલું જ નહી હવામાન વિભાગના કહેવા પ્રમાણે, ઈન્ડિયન ઓશન ડાયપોલને કારણે આખા દેશમાં વરસાદનું વિતરણ સારુ રહેશે. વીતેલા પાંચ વર્ષમાં 3 વર્ષ સામાન્યથી ઓછો વરસાદ થયો છે.
હવામાન વિભાગના કહેવા પ્રમાણે, હાલમાં અલનીનોની સ્થિતી સર્જાયેલી છે. પરંતુ ચોમાસું આવતા સુધીમાં અથવા તો ચોમાસાની શરૂઆતમાં જ અલનીનો નબળું પડી જશે. તેમજ દેશમાં આ વર્ષે વરસાદ સારો રહેવોની મજબૂત ધારણા છે.