ETV Bharat / bharat

જેહાદી ગતિવિધિઓના વિરોધમાં મદ્રેસા તોડી પાડ્યા

author img

By

Published : Sep 6, 2022, 8:25 PM IST

આસામમાં જેહાદી પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાતા હોવાના આરોપને લઈને સ્થાનિકો (villagers demolished madrassa) દ્વારા વિરોધમાં એક મદ્રેસાને તોડી પાડવામાં આવ્યું છે. સ્થાનિક લોકોએ સ્વેચ્છાએ મદ્રેસા અને તેની બાજુના મકાનને તોડી પાડ્યા હોવાની ઘટના સામે આવી હતી. demolished madrassa in Assam

જેહાદી ગતિવિધિઓના વિરોધમાં મદ્રેસા તોડી પાડ્યા
જેહાદી ગતિવિધિઓના વિરોધમાં મદ્રેસા તોડી પાડ્યા

ગોલપારા, આસામ: ગોલપારા જિલ્લામાં સ્થાનિકોએ મંગળવારે જેહાદી પ્રવૃત્તિઓ માટે તેના કથિત ઉપયોગના વિરોધમાં એક મદ્રેસા અને તેની બાજુના મકાનને તોડી પાડ્યું હતું (ગોલપારામાં સ્થાનિકોએ મદ્રેસાને તોડી પાડ્યો હતો). પોલીસે આપતા જણાવ્યું કે, મતિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પખિઉરા ચારમાં મદ્રેસા અને તેની નજીકના ઘરનો ઉપયોગ જેહાદી પ્રવૃત્તિઓ માટે કથિત રીતે બે બાંગ્લાદેશી નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યો હતો. તેમના જણાવ્યા મુજબ, બન્ને બાંગ્લાદેશી નાગરિકો હાલ ફરાર છે. demolished madrassa in Assam

રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ : મદ્રેસાના મૌલવી જલાલુદ્દીન શેખની ધરપકડ બાદ જ મદ્રેસા પરિસરનો રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ માટે ઉપયોગ થતો હોવાની વાત સામે આવી હતી. એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, મૌલવી જલાલુદ્દીન શેખે કથિત રીતે બે બાંગ્લાદેશી નાગરિકોને દરોગર અલ્ગા પખિઉરા ચાર મદ્રેસાના શિક્ષક તરીકે નિયુક્ત કર્યા હતા. તેમના જણાવ્યા અનુસાર, મૌલવીની તાજેતરમાં બન્ને બાંગ્લાદેશી નાગરિકો સાથે સંબંધ હોવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આસામમાં તોડી પાડવામાં આવેલી આ ચોથી મદ્રેસા છે.

આતંકવાદી સંગઠનનો સંપર્ક : પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "સ્થાનિક લોકોએ સ્વેચ્છાએ મદ્રેસા અને તેની નજીકના મકાનને તોડી પાડ્યું હતું, જેહાદી પ્રવૃત્તિઓ પ્રત્યે સખત નારાજગી જોવા મળી રહી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ફરાર બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ અમીનુલ ઇસ્લામ ઉર્ફે ઉસ્માન ઉર્ફે મેહદી હસન અને જહાંગીર અલોમ તરીકે કરવામાં આવી છે અને બન્ને ભારતીય ઉપખંડમાં કાર્યરત અલ કાયદા સંગઠન (AQIS)/અંસારૂલ બાંગ્લા ટીમ (ABT)ના સભ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.