ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીઃ 697 બૂથ પર ફરીથી મતદાન થશે, હિંસા થઈ હોવાને કારણે લેવાયો નિર્ણય - West Bengal State Election Commission

પશ્ચિમ બંગાળમાં વિપક્ષી ભારતીય જનતા પાર્ટી (BJP) એ રવિવારે આરોપ લગાવ્યો કે, રાજ્યમાં પંચાયત ચૂંટણી દરમિયાન કેન્દ્રીય દળોને "ઇરાદાપૂર્વક" તૈનાત કરવામાં આવ્યા ન હતા. આના પર, શાસક તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ કહ્યું કે જો કેન્દ્રીય દળો તૈનાત કરવામાં આવે તો હિંસા નહીં થાય તેની કોઈ ગેરંટી નથી.

પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીઃ 697 બૂથ પર ફરીથી મતદાન થશે, હિંસા થઈ હોવાને કારણે લેવાયો નિર્ણય
પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીઃ 697 બૂથ પર ફરીથી મતદાન થશે, હિંસા થઈ હોવાને કારણે લેવાયો નિર્ણય
author img

By

Published : Jul 10, 2023, 7:33 AM IST

કોલકાતાઃ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે, જો કેન્દ્રીય (સશસ્ત્ર પોલીસ) દળોને સંવેદનશીલ સ્થળોએ તૈનાત કરવામાં આવ્યા હોત, તો આટલી હિંસા ન થઈ હોત. લોકો કોઈપણ ભય વિના મુક્તપણે તેમના મતાધિકારનો ઉપયોગ કરી શક્યા હોત. તેમણે કહ્યું કે, "સંવેદનશીલ વિસ્તારોમાં ઈરાદાપૂર્વક સેન્ટ્રલ ફોર્સને તૈનાત કરવામાં આવી ન હતી." પંચાયત ચૂંટણી દરમિયાન હિંસા અને ગેરરીતિના આરોપો સામે રવિવારે પશ્ચિમ બંગાળના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા.

  • Kolkata | Total of 697 booths will be repolled tomorrow in West Bengal Panchayat elections: West Bengal State Election Commission

    — ANI (@ANI) July 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ચૂંટણીપંચની વાતઃ પશ્ચિમ બંગાળ રાજ્ય ચૂંટણી પંચે જણાવ્યું કે, પશ્ચિમ બંગાળમાં સોમવારે પુરુલિયા, બીરભૂમ, જલપાઈગુડી અને દક્ષિણ 24 પરગણામાં પુનઃ મતદાન યોજાશે. આ રીતે સોમવારે કુલ 697 બુથ પર પુનઃ મતદાન યોજાશે. મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગામાં કોંગ્રેસના કાર્યકરોએ આવો જ વિરોધ કર્યો હતો. કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે, સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સમર્થકો ચૂંટણી દરમિયાન મતદારોને ડરાવવા અને બોગસ મતદાનમાં સામેલ હતા. ઉત્તર-24 પરગણાના આમદંગામાં ISF (ભારતીય સેક્યુલર ફ્રન્ટ) અને તૃણમૂલ કોંગ્રેસના સમર્થકો વચ્ચે મોટી માથાકુટ થઈ હોવાના વાવડ છે.

કારને આગચંપીઃ ઉત્તર દિનાજપુરમાં, બે કારને આગચંપી કરી દેવાઈ હતી. સરકારી બસ સહિત અનેક વાહનોમાં કાચ તોડી દેવામાં આવ્યા હતા. જેના કારણે ચકુલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિરોધ પ્રદર્શને હિંસકરૂપ લઈ લીધું હતું. આ ઘટના સવારે રામપુર-ચકુલિયા રોડ અને નેશનલ હાઈવે-31 પર બની હતી. દેખાવકારોનો આરોપ છે કે, તેઓ ધાક-ધમકીથી મતદાન દરમિયાન પોતાનો મત આપી શક્યા ન હતા. વહીવટીતંત્રને વારંવારની અપીલ કરવાથી કોઈ ફાયદો થયો ન હતો.

અમે શનિવારે હિંસાનો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતર્યા છીએ. અમે તેની સામે કોર્ટમાં પણ જઈશું.” શનિવારે રાત્રે લગભગ 10 વાગ્યે માલદાના હરિશ્ચંદ્રપુર વિસ્તારના બસ્તા ગામમાં કેટલાક બદમાશોએ રાજ્ય મંત્રી તજમુલ હુસૈનની કારમાં તોડફોડ કરી હતી. પથ્થરમારામાં પોલીસના વાહનમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. પોલીસે કહ્યું કે આ ઘટના પાછળ બિહારના બદમાશોનો હાથ હોવાની આશંકા છે અને તપાસ ચાલુ છે.---અબુ હાસેમ ખાન ચૌધરી (કોંગ્રેસના નેતા અને સાંસદ)

ભાજપની યુવાપાંખ સક્રિયઃ અગાઉ, તમલુકમાં ભાજપની યુવા પાંખના નેતા તમસ ડિંડાએ જણાવ્યું હતું કે, "અમને સવારે 3 વાગ્યે માહિતી મળી કે, મતપેટીઓ બદલવામાં આવી રહી છે. અમે કેન્દ્રીય દળોની સુરક્ષા હેઠળના વિસ્તારના તમામ મતદાન મથકો પર ફરીથી મતદાન કરાવવાની માંગ કરી રહ્યા છીએ. ઉપરાંત મતદાન મથકો પર જ મતગણતરી કરવામાં આવે. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વિરોધીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. શનિવારે મતદાન દરમિયાન થયેલી હિંસાના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરોએ માલદાના રથબારી વિસ્તારમાં નેશનલ હાઈવે-12ને બ્લોક કરી દીધો હતો.

લૂંટફાટ થઈ હતીઃ ઘોષે એવા આરોપ લગાવ્યો કે, મતદાન મથકો પર કેન્દ્રીય દળોને તૈનાત કરવાને બદલે, તેમને હાઈવે પર પેટ્રોલિંગ કરવા અથવા પોલીસ સ્ટેશનોમાં રાખવામાં આવ્યા હતા. તેઓ જ્યાં પણ તૈનાત હતા, તે હિંસા અને બેલેટ પેપરની લૂંટફાટ પછી હતું. કલકત્તા હાઇકોર્ટે તેમને તમામ મતદાન મથકો પર તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો. પાર્ટીના પ્રવક્તા કુણાલ ઘોષે આરોપ લગાવ્યો કે 2021ની વિધાનસભા ચૂંટણી દરમિયાન કૂચ બિહારમાં કેન્દ્રીય દળોના ગોળીબારમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

60 મતદાન મથકમાં હિંસાઃ લગભગ 60 મતદાન મથકોમાં જ હિંસા થઈ હતી અને તેમાંથી માત્ર આઠમાં જ ગંભીર ઘટનાઓ બની હતી. તેમણે કહ્યું, "મોટા ભાગના કિસ્સાઓમાં, હિંસામાં ફક્ત તૃણમૂલના કાર્યકરો જ મૃત્યુ પામ્યા હતા." અધિકારીઓએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં શનિવારે ત્રિ-સ્તરીય પંચાયત ચૂંટણી દરમિયાન હિંસામાં 18 લોકોનાં મોત થયા છે.

  1. Ayodhya Ram Temple: કેવી ચાલી રહી છે રામલલાના ભવ્ય મંદિરના નિર્માણની કામગીરી, જુઓ વીડિયો
  2. Amarnath Yatra: બે દિવસ સુધી અમરનાથ યાત્રામાં હતો અલ્પવિરામ, રવિવારથી ચાલવાનું ફરી શરૂ

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.