નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવા સંસદભવનના ઉદ્ઘાટનનું સ્વાગત કર્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે આ સમગ્ર દેશ માટે ગર્વ અને અપાર આનંદની વાત છે. ઉદ્ઘાટન પ્રસંગે પોતાના સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન દેશના ઈતિહાસમાં સોનેરી શબ્દોમાં લખવામાં આવશે.
નવા સંસદ ભવન પર પ્રતિક્રિયા : તેમણે પોતાના સંદેશમાં કહ્યું, 'નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન એ ભારતના તમામ લોકો માટે ગર્વ અને ખુશીની વાત છે. રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશે રાષ્ટ્રપતિનો સંદેશ વાંચી સંભળાવ્યો. સંસદને દેશ માટે માર્ગદર્શક પ્રકાશ તરીકે વર્ણવતા, રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે નવું સંસદ ભવન 'આપણી લોકતાંત્રિક યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ' છે. મુર્મુએ કહ્યું, 'નવા સંસદભવનના ઉદ્ઘાટનનો પ્રસંગ ભારતના ઈતિહાસમાં સુવર્ણ શબ્દોમાં લખવામાં આવશે.'
સંસદ ભવન ભારતના વિકાસનું સાક્ષી બનશે : નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે પોતાના સંદેશમાં તેમણે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે તે ભારતના લોકોની આકાંક્ષાઓનું સમાધાન શોધી કાઢશે. નવા સંસદ ભવનના લોકસભા ચેમ્બરમાં આયોજિત કાર્યક્રમમાં રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશે ધનખડનો સંદેશ વાંચી સંભળાવ્યો. ધનખરે કહ્યું કે નવી ઇમારત ભારતની પ્રગતિનું સાક્ષી બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે અહીં નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું.
પીએમ મોદી નવા સંસદ ભવન પહોંચ્યા: PM નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન સમારોહ માટે નવા સંસદ ભવન પહોંચ્યા. PM મોદીએ સંસદની નવી ઇમારતમાં લોકસભા અધ્યક્ષની ખુરશી પાસે ઐતિહાસિક 'સેંગોલ' સ્થાપિત કર્યું સમારોહની શરૂઆત પૂજા સાથે થશે જે લગભગ એક કલાક સુધી ચાલશે. સંસદ ભવનનું નિર્માણ કરનારા દરેક શ્રમિકોનો વડાપ્રધાન મોદીએ ઉદઘાટન પહેલા આભાર વ્યક્ત કર્યો છે. સેંગોલને સ્થાપિક કરતા પહેલા મોદીએ દંડવત કર્યા હતા. તમિલનાડુંથી આ સેંગોલ સોંપવામાં આવ્યું છે. 18 મઠના મઠાધીશએ આશીર્વાદ આપીને વડાપ્રધાન મોદીને અર્પણ કર્યું હતું. આ રાજદંડનો અર્થ એ થાય છે કે, તમે કોઈની જ સાથે અન્યાય નહીં કરો. ઉદઘાટન પહેલા વડાપ્રધાન મોદી અને સ્પીકર ઓમ બિરલા મહાત્મા ગાંધીને પુષ્પાંજલી અર્પણ કરવા માટે ગયા હતા.
પાર્લામેન્ટમાં પ્રાર્થનાસભાઃ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, વડાપ્રધાન મોદી સાથે સર્વધર્મ પ્રાર્થનામાં જોડાયા હતા. દેશના દરેક ધર્મના ધર્મગુરૂ તથા સંતોએ પારંપરિક તથા ધાર્મિક રીત રીવાજ અનુસાર મંત્રોચ્ચાર કરીને પ્રાર્થના કરી હતી. બૌદ્ધથી લઈને મુસ્લિમ સુધીના તમામ ધર્મના ધર્મગુરૂઓએ પોતાના મંત્રોચ્ચાર સાથે પ્રાર્થના શરૂ કરી હતી. જેમાં વડાપ્રધાન સહિત અનેક એવા આમંત્રિત મહેમાનો જોડાયા હતા. નવી સંસદમાં લોકસભાની 888 બેઠક છે જ્યારે રાજ્યસભાની 384 બેઠક છે.