- ગુજરાતમાં પેટ્રોલે ફટકારી સદી
- અમદાવાદમાં પેટ્રોલના ભાવ ₹ 98.54
- સામાન્ય માણસ ખિસ્સા પર પડશે અસર
અમદાવાદ: દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવ (Petrol Prices) અનેક જગ્યાએ 100ની પાર પહોંચી ગયા છે. આજે (17 જુલાઈ) ગુજરાતમાં પણ પેટ્રોલે સદી ફટકારી છે. ખાનગી કંપનીના પેટ્રોલનો ભાવ આજે 100ને પાર વટી ગયો છે, જેની ચોક્કસ અસર સામાન્ય માણસના ખીસ્સા પર પડવાની છે.
₹ 100ને પાર પેટ્રોલ
દેશ અને રાજ્યામાં પેટ્રોલના ભાવ આસમાને પહોચ્યા છે. દેશના કેટલાક શહેરોમાં કેટલાક દિવસોથી પેટ્રોલ ₹100ની ઉપર વેેચાઈ રહ્યું છે. આ ઝટકો આજે ગુજરાતની જનતાને પણ લાગ્યો છે. ગુજરાતમાં પણ પેટ્રોલના ભાવ 100ની ઉપર પહોચ્યો છે.
આ પણ વાંચો : ડાંગમાં સુબિર અને વઘઇ તાલુકામાં કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારા મુદ્દે વિરોધ
શહેરોમાં ભાવ
આજે અમદાવાદમાં પેટ્રોલ 98.54 રૂપિયા અને ડીઝલ 96.71 રૂપિયા પ્રતિ લીટર, સુરતમાં પેટ્રોલ 98.39 રૂપિયા અને ડીઝલ 96.59 રૂપિયા પ્રતિ લીટર, વડોદરામાં પેટ્રોલ 98.09 રૂપિયા અને ડીઝલ 96.25 રૂપિયા પ્રતિ લીટર અને રાજકોટમાં પેટ્રોલ 98.25 રૂપિયા અને ડીઝલ 96.45 રૂપિયા પ્રતિ લીટર છે.
આ પણ વાંચો : હાય રે મોંઘવારી, પેટ્રોલ-ડીઝલનો ભાવ 100 રૂપિયાને પાર
ભાવનગરમાં પેટ્રોલના ભાવ
ભાવનગરમાં પણ પેટ્રોલના ભાવ 100ને પાર ગયા છે. જિલ્લામાં ખાનગી કંપનના પેટ્રોલના ભાવ 100.26 પર પહોચ્યો છે.
દેશના ચાર મહાશહેરોમાં પેટ્રોલના ભાવ
શહેર | પેટ્રોલ (₹) | ડીઝલ (₹) |
દિલ્હી | ₹ 101.84 | ₹ 89.87 |
મુંબઈ | ₹ 107.83 | ₹ 97.45 |
કોલકત્તા | ₹ 102.08 | ₹ 93.02 |
ચેન્નેઈ | ₹ 102.49 | ₹ 94.39 |