મધ્યપ્રદેશ: ગુજરાતના પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં બે સ્યુસાઈટ નોટ સામે આવ્યા બાદ મૃતદેહની શોધખોળ કરવામાં આવી રહી છે. મધ્ય પ્રદેશના મંદસૌરની એક યુવતીએ પોતાના પ્રેમી સાથે ભાગીને લગ્ન કરવા માટે પ્લાન બનાવ્યો હતો. જેમાં સ્યુસાઈટ કર્યું હોવાની વિગત સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. મંદસૌર પાસે આવેલા ડેમના કિનારે વાહન પાર્ક કરીને એક સ્યુસાઈટ નોટ મૂકી હતી. એક અજાણ્ય નંબર પરથી પોલીસને ફોન આવતા પોલીસ યુદ્ધના ધોરણે ઘટના સ્થળ સુધી પહોંચી હતી.
આ પણ વાંચો દિવાલ પર સ્યુસાઈટ નોટ લખી મહિલાએ ભર્યું પગલું, કહ્યું સોરી મમ્મી
સ્ટોરી પ્લાન કરી: મધ્ય પ્રદેશમાં આવેલા મંદસૌરમાં લગ્ન કરવા માટે એક યુવતીએ એવી સ્ટોરી પ્લાન કરી કે, પોલીસ પણ માથું ખંજવાળતી રહી ગઈ. જેમાં ડેમના કિનારે પોતાનું વાહન પાર્ક કરીને અગાઉથી લેખલી સ્યુસાઈટ નોટ મૂકીને યુવતી ગાયબ થઈ જતા પોલીસની ઊંઘ ઉડી ગઈ હતી. પોલીસ અને એસડીઆરએફની ટીમ 24 કલાક સુધી પાણીમાં મૃતદેહને શોધતી રહી હતી. પરિવારજનો પણ પોલીસ સાથે ડેમ સાઈટ પર આવી પહોંચ્યા હતા. પોલીસે ઊંડી તપાસ કરી પણ યુવતી મળી ન હતી. જ્યારે આ કેસમાં પોલીસ ઉલટ તપાસ કરી તો ફોન કરનારનો સંપર્ક કરાયો. જેમાંથી માની ન શકાય એવા ઘટસ્ફોટ થયા.
શા માટે કર્યુંઃ યુવતીએ પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું-હું pg કોલેજમાં m.com ફાઈનલ યરની વિદ્યાર્થિની છું. મારા ઘરવાળા મને બહાર નોકરી નથી કરવા દેતા. હું વિદેશ જઈને નોકરી કરી પૈસા કમાવા ઈચ્છું છું. પોતાના પગ પર ઊભી થવા ઈચ્છું છું. આથી મેં આ પગલું ભર્યું. પોલીસને સંડોવવા અને ખોટી માહિતી આપવા બદલ બંને પર કેસ નોંધવામાં આવ્યો છે. જેની સામે પોલીસ કાયદાકીય પગલાં લેશે
પ્લાન પાછળ ક્રાઈમ સિરિયલઃ યુવતીએ ક્રાઈમની સીરીયલ જોઈને આ પ્રકારનો પ્લાન બનાવ્યો હતો. એવું પોલીસ તપાસમાંથી સામે આવ્યું. પોતાના પ્રેમી સાથે ભાગીને લગ્ન કરવા માટે સ્યુસાઈટની ખોટી વાર્તા બનાવી હતી. એક નંબર પર પિતાને ફોન આવ્યો હતો કે, દીકરી કાલા ભાટા ડેમ પાસેના પૂલ પરથી નીચે કૂદી ગઈ. દીકરીના પિતા કંઈ કહે તે પહેલાં જ સામેવાળાએ કહ્યું કે-મેં મારી આંખોથી જોયું છે આ દ્રશ્ય, તમે જલદી અહીં આવી જાઓ. આ વાત કાને પડઘાતા પિતાના પેટમાં તેલ રેડાયું, પગ નીચેથી જમીન ખસી ગઈ. પરિવાર અને પોલીસને જાણ કરી તેઓ તાત્કાલિક ભાટા ડેમ તરફ ભાગ્યા હતા.
સ્યુસાઈટ નોટઃ મંદસૌરના સિટી કોટવાલી ટીઆઈ અમિત સોની અને ટીઆઈ સંદીપ મંગોલિયા વાયરલેસ પર મળેલી માહિતીના આધારે એક્શન મોડ પર આવી ગયા હતા. યુવતીના પિતા સાથે લગભગ 15 મિનિટમાં ડેમ પર પહોંચી જઈને તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી દીધી હતી. ડેમના નીચેના ભાગમાં એક સ્કૂટી પાર્ક કરેલું જોવા મળ્યું હતું. જે આ યુવતીનું હોવાની આશંકા ગઈ. સ્કૂટીને જોઈને જ પિતા તેમની દીકરીને યાદ કરી ચોધાર આસુંએ રડવા લાગ્યા હતા. પોલીસ પોતાના કામે લાગતા કંઈક અજુગતુ થયાની ગંધ આવતી હતી. નજીકમાં પડેલી સ્યુસાઈટનોટ ખોલતા જ જાણ થાય છે કે તેમની દીકરી ડેમમાં કૂદતા પહેલાં એક લેટર મૂકીને ગઈ હતી.
ચોંકાવનારૂ પરિબળઃ પોલીસ વિગત અનુસાર આ આખી વાર્તામાં કોઈનું મૃત્યુ થયું નથી. આ વાતનો કોઈ ઉલ્લેખ પણ જોવા મળતો નથી. ખોટા મૃત્યુને સાચા સાબિત કરવાનો પ્રયાસ ચોક્કસ કરવામાં આવ્યો હતો. જેમાં પરિવારના જીવ તાળવે ચોંટી ગયા. 22 વર્ષની યુવતીએ પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માટે આ પ્રકારનો પ્લાન બનાવી દીધો. શનિવારે સાંજે બાયપાસ પર બનેલા કાલાભાટા ડેમથી 22 વર્ષની યુવતી કૂદી જવાની માહિતી મળી હતી. યુવતી કૂદ્યાની અજાણી વ્યક્તિએ જાણ કરતા પરિવારજનો દોડ્યા હતા. અમને પણ ફોન પર વિગત આપી. અમે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે યુવતીનું સ્કૂટી હાઈવેની બાજુમાં ડેમ પાસે પાર્ક હતું. તેમાં એક સુસાઈડ નોટ હતી.
મોટું સર્ચ ઑપરેશનઃ 10 ડાઇવર્સને તાત્કાલિક ડેમના ઠંડા યુવતીની શોધમાં પાણીમાં ઊતારી દેવાયા. બે પોલીસ સ્ટેશનના જવાનો પણ આ સમગ્ર કામગીરીમાં રોકાયા. રાતે 11 વાગ્યા પછી સર્ચ ઓપરેશન બંધ કરવું પડ્યું હતું કારણ કે શનિવારે ખરાબ હવામાન અને કડકડતી ઠંડીએ ધ્રુજાવી દીધા હતા. નદીમાં બીજા દિવસે ફરી શોધખોળ શરૂ કરી. અમે છોકરીની શોધમાં એક દિવસ કરતાં વધુ સમય પસાર કર્યો હતો. છતાં અંદરથી કોઈ વ્યક્તિ મળી જ નહીં.
તપાસ ફરી ગઈઃ અમારી ટીમ પણ શોધખોળ વચ્ચે પરિવાર અને પરિચિતો સાથે વાત કરતી રહી ખાસ કરીને ક્યા મુદ્દાઓ પર યુવતીએ વાત કરી હતી એને લઈને તપાસ આગળ વધી હતી. છેલ્લું શું કહીને છોકરી ઘરથી નીકળી ગઈ. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે યુવતી સવારે 11 વાગ્યે કોચિંગ જવાના બહાને ત્યાંથી નીકળી હતી. ઘરમાં પણ તેને કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. આ પછી પોલીસે પોતાની તપાસનો દ્રષ્ટિકોણ બદલી નાંખ્યો. છોકરીના પિતાને જે નંબર પરથી કોલ આવ્યો હતો તે અંગે પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે યુવતીએ નદીમાં કૂદવાની માહિતી આપનાર વ્યક્તિનું નામ આર્યન મેવાતી છે. જેને આ પરિવારજન જાણતા હતા. પરિવાજનોએ જણાવ્યું હતું કે, આ દીકરીનો મિત્ર છે. પછી પોલીસને આશંકા ગઈ.
આર્યનની શોધઃ આ પછી પોલીસે યુવતી પહેલા આર્યનની શોધખોળ ચાલું કરી દીધી. તરત જ એક ટીમને રવાના કરી દેવામાં આવી. ઘરેથી ખબર પડી કે તે પણ શનિવારથી ગુમ છે. પછી વિચારી ન શકાય એવો વળાંક આવ્યો હતો. આર્યનના પરિવાર પ્રત્યે પોલીસે આકરી ઢબે પૂછપરછ કરતા બીજી વિગત સામે આવી હતી. પછી પોલીસે છોકરી સાથે એને પરત આવવા માટે આદેશ કર્યો. મોબાઈલ લોકેશન ટ્રેક કર્યું. જે રાજસ્થાનના ચિત્તોડગઢ પાસે મળ્યું હતું. રવિવારે રાત્રે જ યુદ્ધના ધોરણે પોલીસે ટીમ રાજસ્થાન માટે રવાના કરી હતી. પોલીસ તેમની પાસે પહોંચી ત્યારે તેઓ મંદસૌર જવા રવાના થઈ ગયાં હતાં. એટલે પોલીસના હાથમાં ન આવ્યા.
સ્યુસાઈટ નોટ ઘરે હતીઃ યુવતી આ સુસાઈડ નોટ તેના ઘરે મૂકી ગઈ હતી. સવારે ઝઘડો થયા બાદ તે સ્કૂટી પર ઘરેથી નીકળી હતી. કાલા ભાટા ડેમ પાસે યુવતી પહોંચી હતી. જ્યાં તેના મિત્ર આર્યનને બોલાવવામાં આવ્યો હતો. સ્કૂટીમાં એક સુસાઈડ નોટ મૂકી હતી. એના પરથી પોલીસને આખી કહાની મળી આવી હતી. બાઇક પર બેસી મિત્ર સાથે રવાના થઈ ગઈ. રતલામના ધોદર યુવતીને બાઇક પરથી સીધો લઇ ગયો. જ્યાંથી યુવતીને ટ્રેનમાં બેસાડી અને રાજસ્થાનના ચિત્તોડગઢ લઈ ગયો હતો. બાઇકથી ચિત્તોડગઢ રવાના થયો હતો. બંનેની મુલાકાત ચિત્તોડગઢના સ્ટેશન પર થઈ હતી. આર્યન અહીંથી યુવતીને સંબંધીના ઘરે લઈ ગયો હતો. જ્યાં સાથે રહ્યા હતા.