હૈદરાબાદ: IPL 2022માં કુલ 70 લીગ મેચ રમાઈ શકે છે. આ અંતર્ગત સૌથી વધુ મેચ મુંબઈ અને પુણેમાં યોજાય તેવી શક્યતા છે. IPL 2022 26 માર્ચથી શરૂ થવાના અહેવાલ (IPL 2022 TO KICK OFF ON MARCH 26) છે. આવી સ્થિતિમાં હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, લીગ સ્ટેજની 70 માંથી 55 મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ, બ્રેબોર્ન સ્ટેડિયમ અને ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ શકે છે. બાકીની 15 મેચ પુણેના એમસીએ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાઈ શકે છે. લીગની વર્તમાન સિઝનમાં 8ને બદલે 10 ટીમો ઉતરી રહી છે. લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સને પ્રથમ વખત તક મળી છે. ફાઈનલ મેચ 29 મે ના રોજ (final match on May 29) રમાશે.
આ પણ વાંચો: T20 World Cup : શ્રીલંકા સામેની T20 શ્રેણીમાં ભારત વિશ્વના દાવેદાર પર દાવ રમશે
IPL 2022ની શરૂઆત વિશે BCCI તરફથી સત્તાવાર જાહેરાત નહી
Cricbuzz વેબસાઈટે આ રિપોર્ટ આપ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે, તમામ ટીમો વાનખેડે, ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ચાર-ચાર મેચ રમી શકે છે. બીજી તરફ બ્રેબોર્ન અને પૂણે દરેક ટીમ માટે ત્રણ-ત્રણ મેચ રમી શકે છે. હાલમાં, IPL 2022ની શરૂઆત વિશે BCCI તરફથી સત્તાવાર રીતે (No official announcement from BCCI) કંઈ કહેવામાં આવ્યું નથી.
IPL 26 માર્ચથી શરૂ થશે અને સંપૂર્ણ શેડ્યૂલ ટૂંક સમયમાં આવશે
IPLના ચેરમેન બ્રિજેશ પટેલે Cricbuzz ને જણાવ્યું હતું કે, IPL 2021 ના UAE લેગ સિવાય અગાઉની કેટલીક આવૃત્તિઓની જેમ ખાલી સ્ટેન્ડની સામે ટુર્નામેન્ટ રમાશે નહીં. તેમણે કહ્યું, IPL 26 માર્ચથી શરૂ થશે અને સંપૂર્ણ શેડ્યૂલ ટૂંક સમયમાં આવશે. મહારાષ્ટ્ર સરકારની નીતિ અનુસાર, સ્ટેડિયમની ક્ષમતાના 25 ટકા હશે કે 50 ટકા, તે સરકારના નિર્દેશો દ્વારા નક્કી કરવામાં આવશે.
આ પણ વાંચો: IPL 2022: તીવ્ર ઉર્જા અને અપાર શક્તિનું પ્રતીક ગુજરાત ટાઇટન્સ લોગોનું અનાવરણ
BCCIએ સ્પષ્ટપણે કહ્યું છે કે, લીગ વિદેશમાં નહીં જાય
આ પહેલીવાર છે, જ્યારે BCCIએ સ્પષ્ટપણે કહ્યું છે કે, લીગ વિદેશમાં નહીં જાય. દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા જેવા વિદેશી સ્થળોની શોધખોળ કરવાની યોજના છે, પરંતુ દેશમાં કોવિડની વધુ સારી પરિસ્થિતિએ BCCIને ભારતમાં જ લીગનું આયોજન કરવા પ્રોત્સાહિત કર્યું છે.
BCCIએ પ્રેક્ટિસ માટે 4 મેદાનની પણ ઓળખ કરી
BCCIએ પ્રેક્ટિસ માટે 4 મેદાનની પણ ઓળખ કરી છે, જેના પર આયોજકો લાંબા સમયથી વિચાર કરી રહ્યા હતા. ટીમોને મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સના BKC ગ્રાઉન્ડ, દક્ષિણ મુંબઈમાં બ્રેબોર્ન સ્ટેડિયમ, નવી મુંબઈમાં DY પાટિલ ગ્રાઉન્ડ અને કાંદિવલી અથવા થાણેમાં MCA ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરવા માટે સમય ફાળવવામાં આવશે.