ETV Bharat / bharat

દિલ્હીમાં 100 બેડની કિડની ડાયાલિસિસ હોસ્પિટલ શરૂ, તમામ સેવાઓ નિ:શૂલ્ક

author img

By

Published : Mar 11, 2021, 8:59 AM IST

દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી દ્વારા દિલ્હીમાં 100 બેડની ડાયાલિસિસ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. આ હોસ્પિટલની તમામ સેવાઓ નિ:શૂલ્ક આપવામાં આવશે.

દિલ્હી
દિલ્હી
  • એક દિવસે 500 દર્દીઓનું ડાયાલિસિસ કરી શકાશે
  • આ હોસ્પિટલમાં કોઈ કેશ કાઉન્ટર્સ નહીં હોય
  • કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલીટી ફંડ દ્વારા ચાલશે હોસ્પિટલ
    100 બેડની કિડની ડાયાલિસિસ હોસ્પિટલ
    100 બેડની કિડની ડાયાલિસિસ હોસ્પિટલ

નવી દિલ્હી: ડાયાલિસિસએ લોહી શુદ્ધિકરણની કૃત્રિમ પદ્ધતિ છે. જ્યારે વ્યક્તિની કિડની, એટલે કે કિડની યોગ્ય રીતે કાર્યરત ન હોય ત્યારે આ ડાયાલિસિસ પ્રક્રિયા અપનાવવામાં આવે છે. કિડનીના રોગો, ડાયાબિટીસના તીવ્ર દર્દીઓ, હાઈ બ્લડ પ્રેશર જેવી પરિસ્થિતિમાં ડાયાલિસિસની જરૂરિયાત હંમેશાં રહેતી હોય છે. ત્યારે દિલ્હીમાં ભારતની પ્રથમ 100 બેડ ધરાવતી કિડની ડાયાલિસિસ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે. આ હોસ્પિટલ દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી દ્વારા બનાવવામાં આવી છે. તેના ઉદ્ઘાટન પ્રસંગે દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ મંજિન્દરસિંઘ સિરસા હાજર રહ્યા હતા. અહીં કોઈ કેશ કાઉન્ટર નહીં હોય અને આ હોસ્પિટલ એકદમ નિ: શુલ્ક હશે તેવી તેમણે માહિતી આપી હતી.

100 બેડની કિડની ડાયાલિસિસ હોસ્પિટલ
100 બેડની કિડની ડાયાલિસિસ હોસ્પિટલ

હોસ્પિટલની તમામ મશીનો જાપાનથી મંગાવાઈ છે

મંજિંદરસિંહ સિરસાએ વધુમાં જણાવ્યું હતું કે, અહીં સ્થાપિત મશીનો જાપાનથી આવી છે, આ આધુનિક મશીનો છે. આ ભારતની પ્રથમ હોસ્પિટલ છે જ્યાં કિડની ડાયાલિસિસ માટે 100 બેડ્સ ઉપલબ્ધ છે, અહીં તમામ સુવિધાઓ મફત છે અને કોઈ કેશ કાઉન્ટર્સ નથી. અહિં હોસ્પિટલમાં મફત સારવારની સાથે, ભોજન પણ વિના મૂલ્યે મળશે. ઉપરાંત, જે લોકો આ હોસ્પિટલ ચલાવવામાં ફાળો આપવા માંગે છે અથવા સમુદાય સેવા હેઠળ કોઈ મદદ કરવા ઈચ્છે છે, તો તેમની મદદ અહિં આવકાર્ય છે.

ઉદ્ઘાટન સમારોહ
ઉદ્ઘાટન સમારોહ

આ પણ વાંચો: ગુજરાતમાં 2006માં સુરતથી જ ઇન્ટરસિટી કિડની ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત થઇ, આજે સુરત કિડની દાનમાં પ્રથમ

ખેડૂત નેતા રાકેશ ટીકાઈત પણ રહ્યા સમારોહમાં ઉપસ્થિત

ખેડૂત નેતા રાકેશ ટીકાઈત પણ આ ઉદ્ઘાટન સમારોહમાં પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતુ કે, આ સુવિધા તમામ વર્ગ માટે છે. અહીં સારવાર માટે આધારકાર્ડની જરૂર રહેશે નહીં, માત્ર સારવારથી સંબંધિત દસ્તાવેજો લાવવા પડશે. આ આધુનિક હોસ્પિટલનું ઉદઘાટન રવિવારે રાખવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અહીં તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે, જે કિડનીના દર્દીઓને લાભ કરશે.

કિડની ડાયાલિસિસ હોસ્પિટલ
કિડની ડાયાલિસિસ હોસ્પિટલ

પ્રથમ બ્લોકનું નામ પંથ રત્ન બાબા હરબંસસિંઘ રાખવામાં આવ્યુ

રવિવારે કાર હોસ્પિટલના બાબાજી બાબા સિંઘે આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. તેના પ્રથમ બ્લોકનું નામ પંથ રત્ન બાબા હરબંસસિંઘના નામ પર રાખવામાં આવ્યું છે. હોસ્પિટલમાં સારવાર માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પણ થોડા દિવસ પછી શરૂ થશે. હોસ્પિટલમાં વિમાનના બિઝનેસ ક્લાસમાંથી મળી આવેલી 50 ઇલેક્ટ્રિક ખુરશીઓ પણ લગાવવામાં આવી છે, જેથી દર્દીઓને કોઈ અગવડતા ન પડે. અહીં એક દિવસમાં 500 દર્દીઓનું ડાયાલિસિસ કરી શકાય છે.

આ પણ વાંચો: વેલેન્ટાઈન દિવસની પત્નીને ભેટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી

આયુષ્માન યોજનામાંથી પૈસા લેવાશે

અહીં ડાયાલીસીસ માટે આવતા દર્દીઓને CSR ફંડ એટલે કે કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલીટી ફંડમાંથી ચુકવણી કરવામાં આવશે. સરકારની આયુષ્માન યોજનામાંથી પૈસા પણ લેવામાં આવશે. ઉપરાંત, દર્દીના પરિવાર માટે ખોરાક મફત રહેશે, તે લંગર દ્વારા ગોઠવાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.