- બુધવારે રાત્રે જાહેર થયું JEE મેઈન્સનું રિઝલ્ટ
- રાજસ્થાન અને તેલંગાણાએ મારી બાજી
- બંને રાજ્યોના પરિણામ આવ્યા સર્વશ્રેષ્ઠ
આ પણ વાંચોઃ ધોરણ 10 અને 12ના પરીક્ષા ફોર્મ ન ભરાતાં વિદ્યાર્થીઓએ DEO કચેરી સમક્ષ વિરોધ કર્યો
કોટાઃ રાજસ્થાનમાં 100 પર્સેન્ટાઈલ મેળવનારા 3 વિદ્યાર્થીઓએ સ્ટેટ ટોપર મૃદુલ અગ્રવાલ છે, જે જયપુરનો રહેવાસી છે. આ ઉપરાંત જૈનિથ મલ્હોત્રા કોટાથી કોચિંગ કરી રહ્યો હતો. આ શ્રીગંગાનગરનો રહેવાસી છે. જ્યારે રોહિત કુમારે પણ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. આ પહેલા ફેબ્રુઆરીના પરિણામોમાં રાજસ્થાન રાજ્યથી 2 વિદ્યાર્થીઓએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા હતા.
આ પણ વાંચોઃ છત્તીસગઢમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ઓફલાઇન લેવાશે
એપ્રિલ અને મેમાં વિદ્યાર્થીઓને પોતાનું પરિણામ સુધારવાની વધુ બે તક મળશે
નિષ્ણાતોનું માનવું છે કે, JEE મેઈન્સ માર્ચ અટેમ્પ્ટની પરીક્ષાનું પરિણામ પ્રતિકાત્મક છે. એપ્રિલ અને મેમાં વિદ્યાર્થીઓને પોતાનું પરિણામ સુધારવાની વધુ બે તક મળશે. જ્યારે મે અટેમ્પ્ટની પરીક્ષા પછી JEE મેઈન્સનું ફાઈનલ રિઝલ્ટ જાહેર થશે. તેના આધારે ઓલ ઇન્ડિયા રેન્ક (AIR) જાહેર કરાશે.