ETV Bharat / bharat

દિલ્હીની બત્રા હોસ્પિટલમાં 1 કલાક સુધી ચાલે તેટલો જ ઓક્સિજન છે - દિલ્હી હાઈકોર્ટ

દેશભરમાં કોરોનાના કેસ વધતા અનેક હોસ્પિટલ્સમાં ઓક્સિજનની અછત થઈ રહી છે. દક્ષિણ દિલ્હીમાં આવેલી બત્રા હોસ્પિટલમાં પણ ઓક્સિજન અંગે હોબાળો મચી ગયો છે. આ હોસ્પિટલમાં હવે માત્ર 1 કલાક ચાલે તેટલો જ ઓક્સિજન બચ્યો છે. હાલમાં હોસ્પિટલમાં 352 દર્દીઓ દાખલ છે, જેમાંથી 200 દર્દીઓના જીવ પર જોખમ છે. જોકે, હોસ્પિટલે સુપ્રીમ કોર્ટમાં પણ ઓક્સિજનની અછત અંગે કેસ દાખલ કર્યો છે, જેમાં કોર્ટે દિલ્હી સરકારને કોઈ પણ પરિસ્થિતિમાં ઓક્સિજનનો પૂરવઠો પૂરો પાડવા આદેશ પણ આપ્યો છે. જોકે, હજી સુધી આ હોસ્પિટલમાં ઓક્સિજન પહોંચ્યો નથી.

delhi
delhi
author img

By

Published : Apr 24, 2021, 10:58 AM IST

  • ઓક્સિજનની અછત મામલે દિલ્હી હાઈકોર્ટે દિલ્હીની સરકારનો ઉધડો લીધો
  • સરકાર ગમે તેમ હોસ્પિટલ્સમાં ઓક્સિજન પહોંચાડેઃ દિલ્હી હાઈકોર્ટ
  • બત્રા હોસ્પિટલમાં 352 દર્દી દાખલ, 200 દર્દીઓની જીવ જોખમમાં છે

દિલ્હીઃ દેશમાં કોરોનાના કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા વધી રહી છે. તો બીજી તરફ અનેક જગ્યાએ ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે. ત્યારે દિલ્હીની બત્રા હોસ્પિટલમાં પણ આ જ સ્થિતિ જોવા મળી છે. બત્રા હોસ્પિટલમાં અત્યારે 352 દર્દીઓ દાખલ છે, જેમાંથી 200 દર્દીઓના જીવ જોખમમાં છે.

આ પણ વાંચોઃ જામનગરમાં ઓક્સિજનની અછત દૂર કરવા જૈન સમાજ આવ્યો આગળ

કોઈ પણ સ્થિતિમાં ઓક્સિજનનો પૂરવઠો હોસ્પિટલ્સને પહોંચાડોઃ દિલ્હી હાઈકોર્ટ

બત્રા હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડર ન પહોંચી શકતા દિલ્હી હાઈકોર્ટે નેવી દિલ્હી સરકારનો ઉધડો લીધો છે. કોર્ટે કહ્યું કે, કોઈ પણ સ્થિતિમાં હોસ્પિટલમાં ઓક્સિજનનો પૂરવઠો પહોંચતા રોકાવવો જોઈએ નહીં, પરંતુ દિલ્હી સરકાર આ બાબતે નિષ્ફળ નીવડી હોય તેવું લાગી રહ્યું છે. આ સાથે જ દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે લડાઈ પણ ચાલી રહી છે. આ તમામનું નુકસાન લોકોએ ભોગવવું પડી રહ્યું છે.

delhi
delhi

આ પણ વાંચોઃ એરફોર્સના C-17 વિમાનથી મોકલ્યું ટેન્કર, જામનગરથી ઓક્સિજન લાવશે

દેશમાં દરરોજ કોરોનાના કેસ 3 લાખથી વધુ આવી રહ્યા છે

આપને જણાવી દઈએ કે, દેશમાં હવે દરરોજ કોરોનાના કેસ 3 લાખથી વધુ આવી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3,46,786 કેસ નોંધાયા હતા. જ્યારે 2,624 દર્દીઓના મોત થયા હતા. જોકે, 2,19,838 દર્દીઓ સાજા થયા હતા. કોરોનાના કેસ વધતા ઘણી હોસ્પિટલ્સમાં બેડ, ઓક્સિજન જેવી જરૂરી વસ્તુઓ માટે અછત સર્જાઈ રહી છે. આ જ રીતે બત્રા હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાતા હોસ્પિટલમાં ઓક્સિજનનું એક ટેન્કર પહોંચાડવામાં આવ્યું છે. હોસ્પિટલના MD ડોક્ટર એસ.સી.એલ ગુપ્તાએ જણાવ્યું કે, હોસ્પિટલને 500 કિલો ઓક્સિજન મોકલવામાં આવ્યો છે, જે ઓક્સિજન મળ્યા બાદ આગામી 1 કલાક સુધી જ ચાલશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.