- અમરનાથમાં ફાટ્યું વાદળ
- સિંધુ નદીમા જળ સ્તરમાં થયો વધારો
- કોઇ જ જાનહાની થઇ નથી
ન્યૂઝ ડેસ્ક: સતત વરસાદના કારણે અમરનાથમાં વાદળ ફાટ્યું. વાદળ ફાટવાના કારણે સિંઘ નદીનું પાણીનું સ્તર વધી ગયું હતું. આ ઘટનાના કારણે SDRFની વધુ એક ટીમને ઘટના સ્થળે રવાના કરવામાં આવી છે. મહત્વનું છે કે SDRFની બે ટીમ પહેલાથી ત્યાં તૈનાત છે. જો કે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.
કંગન અધિકારીઓએ જણાવ્યું છે કે પવિત્ર અમરનાથ ગુફા પાસે સતત વરસાદ અને વાદળ ફાટવાના કારણે ગંડ અને કંદન ક્ષેત્રમાં લોકોને નદીથી દૂર રહેવા જણાવવામાં આવ્યું હતું. જો કે જળસ્તરમાં વધારો થતાં SDRFની ટીમ ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના અગે ગૃહપ્રધાન અમિતશાહ અને કાશ્મિરના ઉપરાજ્યપાલ મનોજ સિંન્હાએ ટ્વિટ કરીને સ્થિતિ અંગે માહિતી મેળવી હતી.