- કેજરીવાલે કેન્દ્ર પર લગાવ્યો 'ડોર ટુ ડોર રેશન યોજના' બંધ કરવાનો આરોપ
- કેન્દ્રએ પહેલા નામ પર વાંધો ઉઠાવ્યો હતો
- કેન્દ્રએ કહ્યું- મંજૂરી લીધી નહોંતી
નવી દિલ્હી: મુખ્યપ્રધાન ઘર ઘર રેશન યોજના (Ghar Ghar Ration Yojna) અંતર્ગત દિલ્હીની અરવિંદ કેજરીવાલ (arvind kejriwal) સરકારને કેન્દ્ર (Central govt)તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કેન્દ્ર સરકારે કેજરીવાલ સરકારની મહત્વાકાંક્ષી ડોર ટુ ડોર રેશન યોજના પર પ્રતિબંધ (ban) મૂક્યો છે. આ યોજનાનો એક અઠવાડિયા પછી અમલ થવાનો હતો.
આ પણ વાંચો: દિલ્હીમાં એલ-13 લાઈસન્સ ધરાવતી દારૂની દુકાનો હવે દારૂની હોમ ડિલીવરી કરી શકશે, કેજરીવાલ સરકારે મંજૂરી આપી
દેશ 75 વર્ષથી રેશન માફિયાઓની ચંગુલમાં
તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે, દેશ 75 વર્ષથી રેશન માફિયાઓની ચંગુલમાં છે અને ગરીબોને કાગળ પર રેશન જાહેર કરવામાં આવે છે. મુખ્યપ્રધાને કહ્યું કે, કેન્દ્ર સરકારે આ યોજનાને એ આધારે બંધ કરી દીધી છે કે દિલ્હી સરકારે તેમની પાસેથી મંજૂરી લીધી નથી.
પહેલા નામ પર વાંધો ઉઠાવ્યો હતો
કેન્દ્ર સરકારને આ યોજનાના નામ 'મુખ્યમંત્રી ઘર કા રેશન યોજના' અંગે વાંધો હતો. આ પછી દિલ્હી કેબિનેટે તેનું નામ બદલવાની દરખાસ્ત પસાર કરી અને તેને ડોર ટૂ ડોર રેશન સ્કીમ (Door to door ration scheme)નામ આપવામાં આવ્યું. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ત્યારે પણ કહ્યું હતું કે, અમારે નામ સાથે કોઈ લેવાદેવા નથી. રેશન (doorstep ration delivery) લોકોના ઘરે પહોંચવું જોઈએ, પરંતુ બદલાયેલા નામની સાથે પણ કેન્દ્રએ આ યોજનાને મંજૂરી આપી નથી.
કેન્દ્રએ કહ્યું- મંજૂરી લીધી નહોંતી
તેમણે દાવો કર્યો હતો કે, દિલ્હી સરકારે 'ઘર-ઘર રેશન' યોજના માટે પાંચ વખત કેન્દ્ર સરકારની મંજૂરી લીધી હતી અને કાયદા દ્વારા તેમ કરવું જરૂરી નહોતું, તેમ છતાં તેમણે મંજૂરી લીધી હતી કારણ કે તેઓ કેન્દ્ર સરકાર સાથે કોઈ વિવાદ ઇચ્છતા નહોંતા.
આ પણ વાંચો: કેજરીવાલ રાષ્ટ્રધ્વજ આ રીતે લગાવીને પ્રેસ કોન્ફરન્સ કરી શકશે નહીં!
પીત્ઝાની હોમ ડિલેવરી, તો પછી રેશન કેમ નહીં
મુખ્યપ્રધાને કહ્યું કે, પીત્ઝાની હોમ ડિલેવરી તો પછી રેશનની કેમ નહીં ? લોકો પૂછે છે કે જો આ દેશમાં પીત્ઝા, બર્ગર, સ્માર્ટફોન અને કપડાની હોમ ડિલીવરી થઈ શકે છે, તો ગરીબોના ઘરે રેશનની હોમ ડિલેવરી કેમ નહીં? આજે આખો દેશ વડાપ્રધાનને જાણવા માંગે છે કે તમે આ યોજના કેમ નકારી.
મુખ્યપ્રધાને આ મામલે હાઇકોર્ટમાં ચાલી રહેલા કેસનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે તમે પણ કહ્યું હતું કે રેશન દુકાનદારોએ તેની સામે દિલ્હી હાઈકોર્ટમાં કેસ કર્યો છે, તેથી આ યોજના નામંજૂર થઈ છે. મુખ્યપ્રધાને પ્રશ્ર ઉઠાવ્યો છે કે, આ બાબતે યોજના કેવી રીતે નકારી શકાય.