જમીયત પ્રમુખ મૌલાના અરશદ મદનીએ એક નિવેદનમાં કહ્યું, તે આ બિલ બંધારણની મુળ ભાવના વિરૂદ્ધ છે અને તેથી જમીયત તેને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.
તેઓએ કહ્યું કે, 'આ બિલ બંધારણની કલમ 14 અને 15 નું ઉલ્લંધન કરે છે. તેનુ પુર્ણ ડ્રાફ્ટ ધાર્મિક ભેદભાવ અને પૂર્વાગ્રહની સાથે તૈયાર કર્યો છે. 'મદનીએ પણ કહ્યું કે, આ બિલ દેશની સુરક્ષા માટે ખતરો ઉભો કરી શકે છે. કારણ કે તેમાં દસ્તાવેજ વિના નાગરિકતા આપવાની જોગવાઇ છે.
ઉલ્લેખનિય છે કે, રાજ્યસભાએ બુધવારે એટલે કે ગતરોજ નાગરિકતા સંશોધન બિલને મંજૂરી આપી દીધી હતી. લોકસભાએ સોમવારે રાત્રે આ બિલને મંજૂરી આપી હતી.
આ બિલમાં અફધાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ધાર્મિક પજવણીના કારમે ભારત આવેલા હિન્દુ, સિખ, બોદ્ધ, જૈન, પારસી અને ઇસાઇ સમુદાયના લોકો ભારતીય નાગરિકત્વ માટે અરજી કરવાને પાત્ર બનવાની જોગવાઇ છે.