શ્રીનગર : ગાંદેરબલ જિલ્લામાં મંગળવારે રાત્રે એક ભાજપા નેતા પર થયેલા આતંકી હુમલામાં એક પોલીસ કોન્સ્ટેબલનું મોત થયું હતું. જેમાં એક આતંકીનું પણ મોત થયું હતું. આ જાણકારી અધિકારીઓએ આપી હતી.
આ હુમલામાં આતંકવાદીઓએ એક ભાજપા નેતા પર હુમલો કર્યો હતો. જેમાં ભાજપા નેતા બચી ગયા હતા. પરંતુ તેમની સુરક્ષામાં હાજર રહેલા સુરક્ષા અધિકારીઓમાંથી એકને ગોળી વાગી ગઇ હતી. જેમાં સુરક્ષાકર્મીઓએ પણ જવાબી કાર્યવાહીમાં એક આતંકીને ઠાર માર્યો હતો.
પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, જિલ્લાના નુનાર વિસ્તારના ભાજપા જિલ્લાના ઉપાધ્યક્ષ ગુલામ કાદિર પર તેમના ઘર પાસે આતંકીઓએ ગોળી ચલાવી હતી. જેમાં ઘાયલ થયેલા સુરક્ષાગાર્ડને સૌરાના એસકેઆઇએમએસ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જ્યારે ભાજપા નેતા સુરક્ષિત છે.