પોતાના આ ટ્વીટમાં થરુરે માછલી પકડનારી મહિલાઓના અમુક ફોટાઓ શેર કર્યા છે જેમાં તેઓ અમુક મહિલાઓનો હાથ પકડતા નજરે પડે છે. ત્યાર બાદ તેમણે લખ્યું હતું તે ઘણું અતિસંવેદનશીલછે.
થરુર તિરુવનંતપુરમથી સાંસદ છે, તેઓ તિરુવનંતપુરમમાં એક મચ્છી માર્કેટમાં ગયા હતા. જ્યાં માછલી વેચતી અમુક મહિલાઓ સાથેની થોડીક તસ્વીરો શેર કરી હતી.
ત્યાર બાદ થરુરે ટ્વીટ કર્યું હતું કે, શાકાહારી, અતિસંવેદનશીલ સાંસદ હોવા છતાં પણ મચ્છી માર્કેટમાં જવાથી ઉત્સાહિત છું.
થરૂરના આ અતિસંવેદનશીલ શબ્દ પર વિવાદ ઊભો થયો છે. થરૂરે આ શબ્દનો ઉપયોગ કરતા પોતાનો બચાવ પણ કર્યો છે.
થરૂરની સફાઈ બાદ માકપા અને ભાજપાએ તેમના પર પ્રહારો કરવાના શરૂ કરી દીધા હતા. કોંગ્રેસ સાંસદે પોતાના શબ્દોના ઉપયોગમાં માછીમારો સમુદાયોનું અપમાન કર્યું છે.