ભાજપે એક અખબારી નિવેદનમાં જણાવ્યું છે કે, વડાપ્રધાન 14 ઓક્ટોબરે ફરીદાબાદના બલ્લબગઢ જિલ્લામાં પ્રથમ સભાને સંબોધશે. 15 ઓક્ટોબરે દાદરી, થાનેસર અને હિસારમાં પણ મોદીની જાહેરસભા યોજાશે.
દાદરી બેઠક પરથી રેસ્લર બબીતા ફોગાટને ભાજપે ચૂંટણી જંગમાં ઉતારી છે.
મોદી ઉપરાંત ગૃહપ્રધાન અમિત શાહ, કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડા, ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ હરિયાણાના અલગ અલગ જિલ્લાઓમાં ચૂંટણી પ્રચાર કરશે.
હરિયાણાની 90 સભ્યોની વિધાનસભામાં ભાજપના 48 સભ્યો છે. ભાજપે આ ચૂંટણીમાં 75 બેઠક જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
ઉલ્લેખનીય છે કે, હરિયાણામાં 21 ઓક્ટોબરે મતદાન યોજાશે. જેનું પરિણાણ 24 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.