નવી દિલ્હી: મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે, કોરોના ચેપને કારણે હાલ કોઇ નવી ભરતી કરવા નહીં આવે. નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં મરાઠા અનામતની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓની સુનાવણી દરમિયાન આ નિવેદન આપવામાં આવ્યું છે.
જસ્ટીસ એલ નાગેશ્વર રાવ, જસ્ટીસ હેમંત ગુપ્તા અને ન્યાયાધીશ એસ રવિન્દ્ર ભટની ખંડપીઠે 2019 ના મરાઠા અનામતની બંધારણીયતાને પડકારતી અરજીઓની સુનાવણી શરૂ કરી છે.
અરજદારોએ તેમની અરજીઓમાં જણાવ્યું કે, ઈન્દિરા સાહની કેસમાં કોર્ટ દ્વારા 50 ટકા રિઝર્વેશનથી 12 થી 13 ટકા રિઝર્વેશન નિર્ધારિત મર્યાદા કરતા વધારે રહેશે.
હાઇકોર્ટના નિર્ણય પછી શિક્ષણમાં આરક્ષણ 65 ટકા અને નોકરીઓમાં 62 ટકા છે. આ ઉપરાંત અરજદારના વકીલોએ દલીલ કરી હતી કે, કાયદા અનુસાર રાજ્યો સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ તરીકે નવો મરાઠા વર્ગ નથી બનાવી શકતા. આ અધિકાર કેન્દ્ર સરકાર પાસે છે.