નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે સમીક્ષા બેઠક લઈ રહ્યા છે. આ મીટીંગમાં કોરોના વાઈરસના ફેલાવા સામે અને 3 મે બાદની કાર્યવાહી કરવા અંગે વ્યૂહરચના પર ચર્ચા થઈ રહી છે.
આ બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહે લોકડાઉન અંગે પ્રતિક્રિયા આપી હતી. બેઠકમાં તેમણે લોકડાઉનનાં નિયમોનું પાલન કરવા સુચના આપી છે.
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કોવિડ-19ની સ્થિતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુખ્યપ્રધાનોની વિડિઓ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. જ્યારે કેરળના મુખ્યપ્રધાન વિજય પિનરાયે આ બેઠકમાં ભાગ લીધો નથી.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના વાઈરસનો ચેપ મહારાષ્ટ્ર સૌથી વધુ ફેલાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં લોકડાઉનની અવધિમાં વધારો કરવા જેવા વિકલ્પો ધ્યાનમાં લઈ શકાય છે.
કોરોના વાઈરસની મહામારીને કારણે ભારતમાં 870થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 20 હજારથી વધુ દર્દીઓ દેશની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યાં છે.