મહિલાઓ સાથે થતા ગુનાઓ રોકાવવાનું નામ નથી લઇ રહ્યા. આની વચ્ચે મહારાષ્ટ્રમાં મહિલાઓની સાથે થતાં અત્યાચારને રોકવા માટે નિર્ભયા સ્ક્વૉડ બનાવવામાં આવી છે.
નિર્ભયા સ્ક્વોડની રચના નાસિક પોલીસે કરી છે. નાસિકના પોલિસ આયુક્ત વિશ્વાસ નાંગરે જણાવ્યું કે, આ સ્ક્વૉડમાં 10 સભ્યો છે અને તેને રાજ્યના જલ સંસાધનમંત્રી ગિરીશ મહાજને શનિવારના રોજ લોંચ કર્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આમા મહિલા અને પુરૂષ સહિતના સુરક્ષા કર્મચારી છે. આ સ્ક્વૉડને દિલ્હીમાં સામૂહિક દુષકર્મનો શિકાર બનેલી છોકરી નિર્ભયાનું નામ આપવામાં આવ્યું છે.
16 ડિસેમ્બર 2012ના દિલ્હીમાં ચાલતી બસમાં મહિલાની સાથે મહાન ક્રૂરતાથી સામૂહિક દુષ્કર્મ થયું હતું. આ યુવતીની થોડા સમય સુધી સારવાર પણ ચાલી હતી અને દુર્ભાગ્યે સારવાર દરમિયાન આ મહિલાનું મૃત્યુ થયું હતું.
પોલિસ અધિકારીએ જણાવ્યું કે, સ્ક્વૉડના સભ્ય બસ સ્ટોપ, રેલ્વે સ્ટેશન અને મોલ જેવી ભીડવાળી જગ્યાઓ પર કડક નજર રાખશે અને સ્ક્વૉડ નક્કી કરશે કે મહીલાઓ સુરક્ષિત છે કે નથી. કોઈ પણ વ્યક્તિ ખાસ કરીને મહિલા, કોઈપણ જાતીય પિડીત કિસ્સામાં ફરિયાદ દાખલ કરી શકે છે અને મહિલાઓ 1091 પર ફરિયાદ નોંધાવી શકે છે.