લોકસભા ચૂંટણીના પ્રથમ ચરણનો મતદાન આજે સવારથી જ શરૂ થઇ ગયું છે. પ્રથમ ચરણમાં 20 રાજ્યોની 91 બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે. 14 કરોડથી પણ વધારે મતદાતાઓ 1279 ઉમેદવારોની કિસ્મતનો ફેસલો કરશે.
ભાજપના નિતિન ગડકરી મહારાષ્ટ્રના નાગપુર, કિરણ રિજિજૂ અરૂણાચલ વેસ્ટ, મહેશ શર્મા ગૌતમ બુદ્ધ નગરથી પોતાની કિસ્મત આજમાવશે.

ભાજપના વીકે સિંહ ગાજિયાબાદ, AIMIM પ્રમુખ અસદુદ્ધીન ઓવૈસી હૈદરાબાદ, કોંગ્રેસના હરીશ રાવત નૈનીતાલ- ઉધમસિંહનગર પર ઉભા છે.

લોજપાના ચિરાગ પાસવાન જમુઇ,HAMના જીતનરામ માંઝી ગયા, કોંગ્રેસની રેણુકા ચૌધરી ખમમથી ઉભા છે.

કોંગ્રેસના ઇમરાન મસૂદ સહારનપુર, RLD ની તબસ્સુમ હસન કૈરાના તથા ભાજપના સંજીવ બાલ્યાન મુજફ્ફરનગરથી પોતાના કિસ્મત આજમાવશે.

ભાજપના સત્યપાલ સિંહ બાગપત, RLDના જંયત ચૌધરી બાગપત. RLDના ચૌધરી અજીત સિંહ મુજફ્ફરનગરથી લડી રહ્યા છે.

કોંગ્રેસના મનીષ ખંડૂરી ગઠવાલ, કોંગ્રેસના નસીમુદ્ધીન સિદ્ધીકા બિજનૌર, બસપાના હાજી યાકૂબ કુરેશી મેરઠથી ઉભા છે.

જણાવી દઇએ કે આજે મતદાન માટે 170664 પોલિંગ બૂથ ઉભા કરવામાં આવ્યા છે.