નવી દિલ્હી: નાગરિક ઉટ્ટયન મંત્રાલયના સંયુક્ત સચિવ રૂબાની અલીએ જણાવ્યું કે, ઈટલીમાં ફસાયેલા ભારતીઓને પરત લાવવા માટે શનિવારે એક ટીમ મોકલવામાં આવશે.
તેમણે કહ્યું કે મિલાન અને ઇટલીમાં લગભગ 220 વિદ્યાર્થીઓ છે. તેમને પરત લાવવાની જવાબદારી સરકારની છે. જો કોઈ વિદ્યાર્થી ત્યાં રહી જાય છે તો તેમને પરત લાવવા માટે તેમને અધિકારીઓનો સંપર્ક કરવો પડશે. આ આગાઉ સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવે જણાવ્યું હતું કે, આ એક મહત્વપૂર્ણ નિર્ણય છે. આ હેલ્થ ઇમરજન્સી નથી.
તેમણે કહ્યું કે, જો માસ્ક મોંઘી કીંમત પર વેંચવામાં આવી રહ્યા છે, તો રાજ્ય કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રાલયએ જણાવ્યું કે, સરકારે 42.29 યાત્રિકોના સમુહ પર નજર રાખી છે. જેમાં 2,559 સંદિગ્ધ છે. 522 લોકો હોસ્પિટલમાં દાખલ છે. જેમાંથી 17 વિદેશી નાગરિક છે.