જયપુર: રાજસ્થાનમાં કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યાં છે. સોમવારે રાજસ્થાનમાં કોરોનાના 99 નવા કેસ નોંધાયા છે. ત્યારબાદ પ્રદેશમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા વધીને 20,263 સુધી પહોચી છે. છેલ્લા 12 કલાકમાં કોરોનાથી 3 લોકોના મોત થયા છે.
તબીબી વિભાગ પાસેથી મળેલી માહિતી અનુસાર અજમેરથી 1, અલવરથી 12, ભરતપુરથી 27, ભીલવાડાથી 1, દૌસાથી 5, જયપુરથી 24, ઝુનઝુનથી 8 કોટાથી 9, નાગૌરથી 1, પાલીથી 1, રાજસમંદથી 3, સવાઇ માધોપુર 3 તેમજ ઉદયપર થી 4 નવા કોરોનાના કેસ નોંધાયા છે. તેમજ અજમેરમાંથી 2 અને એક અન્ય રાજ્યના કોરોના પોઝિટિવ દર્દીનું મૃત્યુ થયુ છે.
રાજસ્થાનમાં અત્યાર સુધીમાં 9 લાખથી વધુ લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે. જેમાંથી 8 લાખ 84 હજાર 457 સેમ્પલ નેગેટિવ આવ્યા છે, તેમજ 4412 લોકોનો રિપોર્ટ હજુ આવ્યો નથી. પ્રદેશમાં હાલ 15 હજાર 968 પોઝિટિવ દર્દીઓની રિપોર્ટ નેગેટિવ આવી છે અને 15 હજાર 627 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
રાજસ્થાનમાં કોરોનાના 3836 એક્ટિવ કેસ છે. પ્રદેશમાં 134 અન્ય રાજ્યના પોઝિટિવ દર્દી પણ સામે આવ્યા છે.