અધિકારીઓએ જણાવ્યું હતુ કે ફૈસલ ઇસ્તાંબુલ જવાના હતા. તે પહેલા જ તેઓની બુધવારે સવારે એયરપોર્ટ પરથી અટકાયત કરાઇ હતી. જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ IAS ફૈસલે તેના પદ પરથી રીઝાઈન આપીને નવો રાજકીય પક્ષ ઉભો કર્યો હતો. તે જમ્મુ કાશ્મીર પીપુલ્સ મૂવમેન્ટ પક્ષના અધ્યક્ષ છે.
વધુમાં અધિકારીઓએ જણાવ્યું કે દિલ્હી એયરપોર્ટ પર અટકાયત કર્યા બાદ શ્રીનગર પહોંચવા પર તેઓેને PSA અંતર્ગત ફરીથી અટકાયત કરી છે.
ઉલ્લેખનિય છે કે કેંન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી કલમ 370 ને રદ કરી છે. ફૈસલે કહ્યું કે જમ્મુ કાશ્મીરની 80 લાખ જનતાને કેદ કરી લીધી છે, તેવુ પહેલા ક્યારેય થયું નથી.