રામલીલા મેદાનમાં CM પદના શપથ ગ્રહણ કાર્યક્રમ બાદ AAPના સંયોજક અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. જેમાં પાર્ટીના દિલ્હી પ્રદેશ સંયોજક ગોપાલ રાયે વિવિધ રાજ્યોમાં આપના પ્રભારીોઓ સાથે મિટિંગ કરી હતી.
દિલ્હીની જીતનો સંદેશો સમગ્ર દેશ સુધી પહોંચે તે માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગોપાલ રાયે કહ્યું કે, આ દેશભરમાં પાર્ટીના વિસ્તાર માટે ચર્ચા થઇ છે. આ બેઠકનો એ જ ઉદ્દેશ્ય હતો કે, આપે દિલ્હી ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો છે, જેનો સંદેશો સમગ્ર દેશમાં જવો જોઇએ.
થ્રી-પોઈન્ટ એક્શન પ્લાન
આપ નેતા ગોપાલ રાયે કહ્યું કે, આ જ સમય છે કે, દેશમાં આપની જીતનો સંદેશો પહોંચાડવામાં આવે. ગોપાલ રાયે થ્રી-પોઈન્ટ એક્શન પ્લાન નેતાઓ સામે રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે, દરેક રાજ્યમાં AAPના લોકો સક્રિય છે. આપ સૌથી પહેલા રાજ્યવાર બઠેક કરશે, પછી પોસ્ટર જાહેર કરવામાં આવશે અને એક મોબાઇલ નંબર પણ જાહેર કરવામાં આવશે. દરેક વિધાનસભામાં આ પોસ્ટર લગાવવામાં આવશે. મોબાઇલ નંબરથી લોકો આપ સાથે જોડાઇ શકશે.
થ્રી-પોઈન્ટ એક્શન પ્લાનની ત્રીજી રણનીતિ
બધા રાજ્યોમાં AAP પ્રેસ કોન્ફરન્સ કરશે અને જનતા સાથે જોડાશે. ગોપાલ રાયે કહ્યું કે, રાજ્યના નેતાઓ જે તે રાજ્યની રાજધાનીમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. રાજ્યના ચારથી પાંચ મુખ્ય શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે. રાષ્ટ્ર નિર્માણના કેમ્પનને સમજાવતા લોકોને AAP સાથે જોડાવવા માટે અપીલ કરશે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી ચૂંટણીમાં AAPને 62 બેઠકો મળી હતી. જ્યારે ભાજપનો ફક્ત 8 બેઠક પર વિજય થયો હતો અને કોંગ્રેસનું તો ખાતું પણ ખુલ્યું નથી. રામલીલા મેદાનમાં AAPના સંયોજક અરવિંદ કેજરીવાલે CM પદના શપથ ગ્રહણ કર્યાં હતાં.