હૈદરાબાદ : દેશમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા બે લાખને પાર ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 26,506 નવા કેસ નોંધાયા છે અને 475 લોકોના મોત નીપજ્યાં છે. દેશભરમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 7,93,802 થઈ ગઈ છે. જેમાંથી 2,76,685 સક્રિય કેસ છે અને 4,95,513 લોકો સારવાર બાદ સાજા થઇ ગયા છે. તો આ સાથે જ 21,604 લોકોના મોત થયા છે.
- મહારાષ્ટ્ર
શુક્રવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 7862 નવા કેસ નોંધાયા છે અને 226 લોકોના મોત નીપજ્યાં છે. આ સાથે જ 5366 લોકો સાજા થયા છે. રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 2,38,461 પર પહોંચી ગઈ છે, જેમાંથી 1,32,625 લોકો સાજા થયા છે અને 9893 લોકોના મોત થયા છે.
- દિલ્હી
શુક્રવારે રાજધાની દિલ્હીમાં કોરોનાના 2089 નવા કેસ નોંધાયા છે અને 42 લોકોના મોત નીપજ્યા છે. જે બાદ દિલ્હીમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 1,09,140 થઈ ગઈ છે, જેમાંથી 84694 લોકો સાજા થયા છે અને અત્યાર સુધીમાં 3300 લોકો મૃત્યુ પામ્યા છે.
- કર્ણાટક
કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2313 નવા કેસ નોંધાયા હતા અને 57 લોકોના મોત નીપજ્યા હતા. જે બાદ રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 33,418 થઈ ગઈ છે અને મૃત્યુઆંક 543 પર પહોંચી ગયો છે.
- પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળમાં, કોરોના ચેપના 1198 નવા કેસ નોંધાય અને 26 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા 27,109 પર પહોંચી ગઈ છે, જેમાં 880 લોકોના મોત નીપજ્યાં છે અને 17, 348 લોકો સાજા થયા છે.
- પંજાબ
પંજાબમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 217 નવા કેસ નોંધાયા છે. જે બાદ સંક્રમિત લોકોની સંખ્યા 7357 પર પહોંચી ગઈ છે અને મૃત્યુઆંક 187 પર પહોંચી ગયો છે.
- ઉત્તરપ્રદેશ
યુપીમાં કોરોનાના 1347 નવા કેસ નોંધાયા છે અને 27 લોકોના મોત નીપજ્યાં છે. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 11,024 થઈ ગઈ છે, ત્યાં સુધીમાં 889 લોકો મૃત્યુ પામ્યા છે.
- ગુજરાત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 875 નવા કેસ નોંધાયા હતા અને 14 લોકોએ જીવ ગુમાવ્યો હતો. રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 40,155 પર પહોંચી ગઈ છે, જેમાંથી 28183 લોકો સાજા થયા છે અને 2024 લોકોના મોત થયા છે.
- ઉત્તરાખંડ
ઉત્તરાખંડમાં કોરોનાના 68 નવા કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કેસની કુલ સંખ્યા વધીને 3373 થઈ ગઈ છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં 46 લોકોના મોત નીપજ્યા છે.
- તમિલનાડુ
તમિલનાડુમાં શુક્રવારે કોરોનાના 3680 નવા કેસ નોંધાયા છે અને 64 લોકોના મોત નીપજ્યા છે. જે બાદ રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 1,30,261 થઈ ગઈ છે. આ સાથે જ 46,105 સક્રિય કેસ છે, 82324 લોકો સાજા થયા છે . રાજ્યમાં કુલ 1829 લોકોના મોત થયા છે.