મોરબીના સામાકાંઠા વિસ્તારમાં શનીવારના રોજ ત્રણ વર્ષની માસૂમ બાળકી પર પાડોશમાં રહેતા નરાધમે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઘર નજીક રમતી બાળકીને લાલચ આપી આરોપી રમેશ બાબુ વાળાએ ઘરમાં લઇ જઈને દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે બી ડીવીઝન પોલીસમાં બાળકીના પિતાએ દુષ્કર્મ અને પોસ્કો એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદને પગલે બી ડીવીઝન પોલીસે તપાસ ચલાવી હતી, અને આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. માસૂમ બાળકીને હવસનો શિકાર બનાવનાર નરાધમ શખ્શ પરિણીત છે. જેને સંતાનમાં બે દીકરા અને એક દીકરી હોવાનું જાણવા મળ્યું છે. શનિવારે તે ઘરે એકલો હતો ત્યારે બાળકી પર નજર બગાડી તેના પર દુષ્કર્મ આચર્યું હતું આજે આરોપીને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરાશે.