નવી દિલ્હી: દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, દેશવાસીઓને ગભરાવાની જરુર નથી. જરુરી સેવાઓ અને દવાઓ મળતી રહેશે. કેન્દ્ર અને બધા જ રાજ્યની સરકાર એક સાથે મળીને કામ કરશે. જેનાથી લોકોને જરુરી ચીજ વસ્તુઓ મળી રહે. એક સાથે મળી કોવિડ-19 વિરુદ્ધ લડશે અને એક તંદુરસ્ત ભારતનું નિર્માણ કરશે. કોરોનાના દર્દીઓના ઈલાજ માટે કેન્દ્ર સરકારે આજે 15000 કરોડના ફંડની જાહેરાત કરી છે.
-
My fellow citizens,
— Narendra Modi (@narendramodi) March 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
THERE IS ABSOLUTELY NO NEED TO PANIC.
Essential commodities, medicines etc. would be available. Centre and various state governments will work in close coordination to ensure this.
Together, we will fight COVID-19 and create a healthier India.
Jai Hind!
">My fellow citizens,
— Narendra Modi (@narendramodi) March 24, 2020

Jai Hind!My fellow citizens,

કોરોના વાઈરસના કહેરને લઈ આજ રાતના 12 કલાકથી 21 દિવસ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે લોકોના મનમાં સવાલો થઈ રહ્યા છે કે, કઈ સેવા મળશે અને કઈ સેવા મળશે નહી. વડાપ્રધાન સાથે ગૃહ મંત્રાલયે પણ એક ગાઈડલાઈન બહાર પાડી છે.
લોકડાઉનથી શું રહેશે બંધ
- સરકારી અને ખાનગી ઓફિસ બંધ રહેશે
- રેલ, હવાઈ અને રોડવેઝની સેવા મળશે નહી. બધી જ ટ્રાન્સપોર્ટ સેવા બંધ રહેશે.
- મોલ, સ્પા, સ્પોર્ટસ ક્લબ બંધ રહેશે. દુકાનો, જિમ, હોટલ, ધાર્મિક સ્થળ, શિક્ષણ સંસ્થાઓ પણ બંધ રહેશે.
- અંતિમ સંસ્કારમાં 20થી વધુ લોકોને પરવાનગી મળશે નહી.
- બધી ફેકટરીઓ, વર્કશોપ, ગોદામ, બજાર બંધ રહેશે.
લોકડાઉનમાં આ સેવા મળતી રહેશે
- શાકભાજી ફળ-ફુલની દુકાન ખુલી રહેશે
- બેંક, વીમા અને એટીએમ ખુલ્લા રહેશે
- પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાને લૉકડાઉનમાંથી રાહત
- ઈન્ટરનેટ, બ્રોડકાસ્ટ અને કેબલ સર્વિસ ચાલુ રહેશે
- પેટ્રોલ પંપ, એલપીજી સર્વિસ ચાલુ રહેશે
- પ્રાઈવેટ સિક્યોરિટી સર્વિસ પણ મળતી રહેશે