ETV Bharat / bharat

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના દિલ્હી પહોચ્યાં, શિખર સંમેલનના બનશે મુખ્ય મહેમાન

નવી દિલ્હી: બાંગ્લાદેશના વડાપ્રધાન શેખી હસીના આજે 4 દિવસીય પ્રવાસ માટે દિલ્હી પહોચ્યાં છે. શેખ હસીના અને ભારતના વડાપ્રધાન મોદી વચ્ચે 5 ઓક્ટોબરે દ્વિપક્ષીપ બેઠક યોજાશે.

hasina
author img

By

Published : Oct 3, 2019, 9:17 AM IST

Updated : Oct 3, 2019, 12:48 PM IST

વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ પ્રવાસ દરમિયાન બંને નેતાઓની વચ્ચે ઘણા કરારોનું આદાન પ્રદાન કરવામાં આવશે. વડાપ્રધાન સંયુક્ત રીતે વીડિયો લિંકના માધ્યમથી ત્રણ દ્વિપક્ષીપ પરિયોજનાઓનું ઉદધાટન કરશે.

બાંગ્લાદેશ અને ભારતમાં સંસદીય ચૂંટણી બાદ શેખ હસીનાની પ્રથમ ભારત યાત્રા છે. હસીના વિશ્વ આર્થિક મંચ દ્વારા 3 અને 4 ઓક્ટોબરે આયોજિત ભારત આર્થિક શિખર સંમેલનની મુખ્ય મહેમાન છે.

નવી દિલ્હીમાં યોજનારા આ સંમેલનમાં ભારત સહિત 40 દેશોના 800થી વધારે નીતિ ઘડવૈયા, કંપનીઓના ટોચના લોકો અને નિષ્ણાંતો ભાગ લેશે. વિશ્વ આર્થિક મંચ 33માં ભારત આર્થિક શિખર સંમેલનમાં ભારતના નવા વિચાર, દક્ષિણ એશિયાની મજબૂતી, દુનિયા પર પ્રભાવ વગેરે મુખ્ય મુદ્દાઓ રહેશે .આ કાર્યક્રમમાં ભારત અને દક્ષિણ એશિયાના વરિષ્ઠ સરકારી અધિકારીઓ ભાગ લેશે.

શિખર સંમેલનમાં વિદેશપ્રધાન એસ જયશકંર, માર્ગ પરિવહનપ્રધાન નિતિન ગડકરી, રેલવેપ્રધાન પીયુષ ગોયલ અને પ્રેટ્રોલિયમપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન ભાગ લેશે. આ બેઠકમાં પ્રાઈવેટ ક્ષેત્ર, શિક્ષણ સહિત અન્ય ક્ષેત્રોમાં લોકો સામેલ થશે. આ બેઠકમાં તકનીકી ઉપર ભાર આપવામાં આવશે.

Last Updated : Oct 3, 2019, 12:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.