મુંબઇઃ ભારતીય સંવિધાનના નિર્માતા ડૉકટર ભીમરાવ આંબેડકરના નિવાસ પર તોડફોડ કરી હતી. અજાણ્યા લોકોએ ઘરની બહાર લાગેલા કુંડાઓ તોડ્યા, છોડવાઓ ઉખેડી નાખ્યા અને સીસીટીવ કેમેરાને પણ નુકસાન પહોંચાડ્યું છે.
આ મામલે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે નિંદા કરતા કાર્યવાહી કરવાની વાત કરી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, ડૉકટર આંબેડકરના નિવાસ 'રાજગૃહ' પર અમુક અજાણ્યા શખ્સોનો હુમલો નિંદનીય છે. પોલીસે આ મામલે તપાસ કરી રહી છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ડૉકટર આંબેડકરના પૌત્ર અને વંચિત બહુજન અઘાડીના અધ્યક્ષ પ્રકાશ આંબેડકરે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.