ઉત્તર પ્રદેશ : આઝમગઢ જિલ્લાના સરાયમીર પોલીસ સ્ટેશન વિસ્તારના કુસંહા ગામમાં સોમવારે સવારે 11 વાગ્યે ખરાબ હવામાનને કારણે ચાર્ટર્ડ એર વિમાન ક્રેશ થયું હતું. વિમાન ક્રેશ થવાનો અવાજ આવતા ગામના લોકો ત્યાં દોડી આવ્યા હતા. સરાયમીર પોલીસ સ્ટેશનની ટીમ સાથે અન્ય પોલીસ ફોર્સ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

જો કે કાદવ-કીચડના કારણે ખેતરમાં વિમાન ક્રેશ થતાં પોલીસને બહુ મુશ્કેલી પડી હતી. આ ઘટનામાં પાયલટનું મોત થયું હતું. પાયલટની સાથે બેઠેલી બીજા વ્યકિતની શોધખોળ ચાલુ છે.