નવી દિલ્હીઃ નવી દિલ્હીના પશ્ચિમ વિહારમાં 12 વર્ષીય કિશોરીના દુષ્કર્મ અંગેના સમગ્ર મામલે દિલ્હી મહિલા આયોગે દિલ્હી પોલીસ બાદ હવે ડીસીપી પાસે જવાબ માંગ્યો છે.
આ મામલો વધારે ગંભીર થઈ રહ્યો છે. દિલ્હી મહિલા આયોગે આ મામલે મહત્વની ભૂમિકા ભજવી છે. આયોગના અધ્યક્ષે એઈમ્સ હોસ્પિટલ પહોંચીને કિશોરી અને તેના પરિવારજનોની મુલાકાત લીધી હતી. અધ્યક્ષે ડૉક્ટર સાથે પણ મુલાકાત કરી હતી.
આ પહેલા દિલ્હી મહિલા આયોગે દિલ્હી પોલીસને નોટિસ મોકલી હતી. 8 જુલાઈએ આપવામાં આવેલી નોટિસમાં સંપૂર્ણ જાણકારી માંગી હતી કે, કેવી રીતે નરાધમોએ કિશોરીના ઘરમાં જઈને ઘટનાને અંજામ આપ્યો હતો. અત્યાર સુધી કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે જેવા પ્રશ્નો આ નોટિસમાં પૂછવામાં આવ્યા હતા.