સીરિયલ બ્લાસ્ટની ઘટનાને 11 વર્ષ થઈ ગયા છે, પરંતુ આ દર્દનાક ઘટનાને યાદ કરતા જ લોકો આજે પણ કાંપી ઉઠે છે. 13 મે 2008ના રોજ સૌ પ્રથમ બૉમ્બ બ્લાસ્ટ સાંગાનેરી ગેટ સ્થિત હનુમાન મંદિરમાં થયો હતો. ત્યાં થયેલા બ્લાસ્ટમાં 14થી વધારે લોકોના મોત થયા હતા. તો ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. રાજધાનીમાં થયેલા 8 સીરિયલ બ્લાસ્ટમાં 75 લોકોના મોત થયા હતા, ત્યાં 100થી વધારે લોકો ઘાયલ થયા હતા. તે બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા અને ઘાયલ લોકોના પરિવારજનોને આજે પણ ન્યાય મળવાની આશા છે. બ્લાસ્ટ કેસમાં થયેલા 8 કેસમાં નામાંકન 3 આતંકીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. જેમનું નામ મિર્જા શાદાબ બેગ ઉર્ફે મલિક, સાજિદ બટ અને મોહમ્મદ ખાલિદ છે.
જયપુર બૉમ્બ બ્લાસ્ટના પ્રત્યક્ષદર્શી સાથે જ્યારે આ વિશે વાત કરવામાં આવી તો તેમની આંખોમાં તે દર્દનાક દ્રશ્યોનો ડર દેખાઈ રહ્યો હતો. હાલ તો બૉમ્બ બ્લાસ્ટ બાદથી જયપુરમાં સુરક્ષા વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી છે. આજે પૂરા શહેરમાં CCTV કેમેરાની કેદમાં છે. જેમનું મૉનિટરિંગ અભય કમાંડ સેન્ટરના પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. પૂરી વ્યવસ્થાઓને જોતા જયપુરવાસીઓ પોતાની સુરક્ષાને લઈને ખુશ છે, પરંતુ મનમાં થોડો ડર જરૂર છે કે 13 મે 2008 જેવી ઘટના ફરી ન બને.