મેષ :આજના દિવસની શરૂઆતમાં આપ ઉર્જા અને ઉત્સાહનો અનુભવ કરશો. આપના તન- મનનું સ્વાસ્થ્ય જળવાશે. પરિવારનું વાતાવરણ આનંદભર્યું રહેશે. મિત્ર- સ્નેહીજનોનો મિલાપ થાય. પરંતુ મધ્યાહન સાંજ પછી આપના આરોગ્યમાં ગરબડ ઉભી થઈ શકે છે. પરિવારજનો સાથે મનદુઃખના પ્રસંગ ટાળવા. ખાવા- પીવામાં સંયમ રાખવો. કોઇ સાથે બોલાચાલી ન થાય તે માટે જીભ પર કાબૂ રાખવા સલાહ આપવામાં આવે છે. ઘર- પરિવાર અને કાર્યક્ષેત્રમાં સમાધાનકારી વલણ અપનાવવું.
વૃષભ:ઘરના સભ્યો સાથે આપ અગત્યની ચર્ચા કરશો. ઘરની કાયાપલટ કરવા માટે આપ રસપૂર્વક કાર્ય કરશો. માતા સાથેના સંબંધો સારા રહે. ઓફિસમાં ઉપરી અધિકારીઓ સાથેના સંબંધો સુધરે. બપોર પછી આપ સામાજિક કાર્યમાં વધુ રસ લેશો. મિત્ર વર્તુળથી લાભ થાય. સ્વજનો સાથે સંપર્ક અને વ્યવહાર કરવાનું બને. સંતાનોથી લાભ થાય. નવા મિત્રો બને. આકસ્મિક ધનલાભની શક્યતા છે.
મિથુન:પરિવાર અને વ્યવસાય ક્ષેત્રે આપનો દિવસ સારી રીતે પસાર થશે. કારણ કે બંને સ્થળે આપ અગત્યના મુદ્દાઓ હાથ ધરશે. કાર્યબોજ વધતાં તબિયતમાં થોડોક થાક વર્તાશે. પરંતુ બપોર પછી સાંજે આપની તબિયત સુધરે. મિત્રોમાં મિલનથી આનંદ થાય. તેમની સાથે ક્યાંક ફરવા કે પર્યટન પર જવાનું પણ આયોજન થાય. સામાજિક કાર્યોમાં ભાગ લેવાનું થાય.
કર્ક:પરિવાર અને વ્યવસાયના ક્ષેત્રે આપનો દિવસ સારી રીતે પસાર થશે. કારણ કે બંને સ્થળે આપ અગત્યના મુદ્દાઓ હાથ ધરશો. કાર્યબોજ વધતા તબિયતમાં થોડોક થાક વર્તાશે પરંતુ બપોર પછી આપની તબિયત સુધરે. મિત્રોના મિલનથી આનંદ થાય. તેમની સાથે ક્યાંક ફરવા કે પર્યટન પર જવાનું થાય. સામાજિક કાર્યોમાં ભાગ લેવાનું થાય.
સિંહ:આજે દિવસના ભાગમાં આપ શરીર અને મનથી થોડીક બેચેની અને અસ્વસ્થતા અનુભવો પરંતુ જો મનપસંદ પ્રવૃત્તિઓમાં ભાગ લેશો તો સ્થિતિ સુધારા તરફી રહે. મગજમાં ગુસ્સો કાઢી નાખવાની સલાહ છે. મધ્યાહન બાદ આપની શારીરિક માનસિક હાલતમાં સુધારો થાય. પરિવારમાં પણ આનંદનું વાતાવરણ રહે. વ્યાવસાયિક સ્થળે ઉપરી અધિકારીઓ સાથે અગત્યની ચર્ચા થાય. કુટુંબના સભ્યો સાથે આપ મહત્ત્વની બાબતો વિચારશો.
કન્યા:આપનો આજનો દિવસ ઉંડી ચિંતનશક્તિ તેમજ રહસ્યમય વિદ્યાઓ તરફ આકર્ષવાનો છે. આજે સમજી વિચારીને બોલવું કે જેથી કોઇ સાથે વિખવાદ કે મનદુ:ખ ન થાય. તબિયતમાં થોડી અસ્વસ્થતા અને બેચેની રહેશે. બપોર પછી પ્રવાસનું આયોજન કરી શકો. આજે આપના પ્રયત્નો ખોટી દિશામાં થતા હોય તેવું લાગે. ધાર્મિક કે માંગલિક કાર્યોમાં જવાનો પ્રસંગ ઉપસ્થિત થાય.
તુલા:આપના આજના દિવસની શરૂઆત પ્રસન્નતાભરી રહેશે. વિચારોમાં ઉગ્રતા અને અધિકારની ભાવના હશે. લગ્નજીવનમાં સુખનો અનુભવ થશે. આર્થિક લાભ પ્રવાસની શક્યતા છે પરંતુ મધ્યાહન પછી સાંજે અનર્થ થતા ટાળવા આપે બોલવા પર સંયમ રાખવો પડશે. હિતશત્રુઓથી સાવધાન રહેવું. પાણી અને સ્ત્રીથી દૂર રહેવું. નવા કાર્યની શરૂઆત ટાળવી.
વૃશ્ચિક:આજે બૌદ્ધિક કાર્યોમાં જોડાવાનો અને જનસંપર્કમાં રચ્યાપચ્યા રહેવાનો દિવસ છે. ટૂંકા પ્રવાસની શક્યતા છે. નાણાકીય આયોજન માટે શુભ સમય છે. બપોર પછી આપ મિત્રો, સગાંસ્નેહીઓ સાથે બહાર ફરવા જાઓ મનગમતું ભોજન અન વિજાતીય વ્યક્તિઓનો સંગાથ મળે. વિચારોના આવેગને અંકુશમાં રાખવાની સલાહ છે. પરિવાર અને દાંપત્યજીવનમાં પ્રસન્નતા છવાયેલી રહેશે.
ધન:આપને શારીરિક માનસિક તંદુરસ્તી જાળવી રાખવાની સલાહ આપવામાં આવે છે. વધુ મહેનત કર્યા બાદ કામમાં સફળતા ઓછી મળે તો નિરાશ ન થવાની સલાહ છે. મુસાફરી કરવાનું ટાળવું પરંતુ બપોર બાદ આપને પરિસ્થિતિ પલટાતી લાગશે. તન-મનમાં સ્ફૂર્તિનો સંચાર થશે. આર્થિક લાભ થવાની તક ઊભી થાય. વ્યવસાયમાં આયોજન કરશો. જનસંપર્ક વધે. બાકીનો દિવસ આનંદમાં પસાર કરશો.
મકર:આજે આપને વધુ પડતા લાગણીશીલ અને સંવેદનશીલ ન બનવાની સલાહ છે. જળાશયોથી દૂર રહેવું. જમીન જાયદાદના દસ્તાવેજો આજે ન કરવા. માનસિક સ્વસ્થતા જાળવી રાખવા માટે વિવિધ પ્રવૃત્તિઓમાં રુચિ લઈ શકો છો. તબિયત સંભાળવી. જિદ્દી વલણ ટાળવું. સંતાનો અંગેની બાબતોમાં વધુ ધ્યાન આપવાની સલાહ છે. સરકાર તેમજ ઉપરી અધિકારીઓના સંબંધમાં કાર્ય સફળતા મળે. આજે મુસાફરી ટાળવી.
કુંભ:આપને આજે નવું કામ કરવાની પ્રેરણા મળશે, પરંતુ વિચારોમાં ઝડપી ફેરફાર આવવાને કારણે મહત્ત્વના કાર્યોમાં કોઇ અંતિમ નિર્ણય લઇ શકો. લેખન કાર્ય માટે સારો દિવસ છે. પરંતુ બપોર પછી સંજોગોમાં પલટો આવશે. આપનું મન અજંપો અને બેચેની અનુભવશે. કોઇના વાણી વર્તનથી આપને ઠેસ પહોંચશે. મકાન જમીન વગેરેના દસ્તાવેજો આજે ન કરવા. માનસિક વ્યગ્રતા દૂર કરવા આધ્યાત્મિકતા યોગનો સહારો લેવો.
મીન:આજે નાણાંખર્ચની ચિંતાથી આપનું મન વ્યગ્ર રહેશે માટે જો ખર્ચનું પૂર્વાયોજન હોય તો તેના માટે નાણાંની વ્યવસ્થા પણ અગાઉથી કરવી જેથી તમારું કામ ક્યાંય અટકે નહીં. મનદુ:ખના પ્રસંગો ના બને તે માટે બોલવા પર સંયમ રાખવો. આર્થિક લેવડદેવડમાં ચેતીને ચાલવાની સલાહ આપવામાં આવે છે. નોકરી વ્યવસાયમાં આપને સ્પર્ધાનો સામનો કરવો પડે. ઝડપી પલટાતા વિચારો વચ્ચે અટવાઇને દ્વિઘા અનુભવશો. નિર્ણય લેવામાં બીજાની મદદની જરૂર પડશે. બૌદ્ધિક અને તાર્કિક વિચાર- વિનિમય થાય.