ધોરાજીના ભોળા ગામ નજીક નર્મદાની પાઈપ લાઈનમાં ભંગાણ, પાણીનો બેફામ વેડફાટ - Rajkot News - RAJKOT NEWS
🎬 Watch Now: Feature Video
Published : Jun 9, 2024, 5:58 PM IST
રાજકોટ: ધોરાજી તાલુકાના ભોળા ગામ નજીકથી પસાર થતી નર્મદાની પાણીની મુખ્ય પાઇપલાઈનમાં ભંગાણ સર્જાતા પુષ્કળ પ્રમાણમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આ પાણીના વેડફાટને લઈને સ્થાનિકો તેમજ ગ્રામજનોમાં ચિંતાનો માહોલ છે કારણ કે, ઉનાળાની કપરી પરિસ્થિતિમાં પાણીની અનેક પ્રકારની સમસ્યાઓ લોકો ભોગવી રહ્યા છે. આ સમયે પાણીની લાઈનમાં લીકેજ થતા હજારો લીટર પાણી બરબાદ થઈ રહ્યું છે. સ્થાનિકો તંત્ર પર રોષ પણ ઠાલવી રહ્યા છે. ગુજરાતના ગામડાંઓમાં પાણીની તંગી એક વિકટ સમસ્યા છે. તેથી પાણીના આ વેડફાટને ભોળા ગામના લોકો વખોડી રહ્યા છે. સ્થાનિકોએ તંત્ર પ્રત્યે રોષ પ્રગટ કર્યો છે. ભોળા ગામના સ્થાનિક લલીત ચૌહાણે જણાવ્યું છે કે, છેલ્લા ઘણા દિવસોથી આ પ્રકારે પાણી લીકેજ થાય છે. તંત્ર કોઈપણ પ્રકારની તસ્દી લેતું નથી. આ મામલે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી ગ્રામજનોની માંગ છે.