ETV Bharat / state

આજથી SSC અને HSC બોર્ડની પરીક્ષા શરૂ, રાજ્ય શિક્ષણ મંત્રીએ પાઠવી શુભકામના - SSC AND HSC BOARD EXAMS

આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. આ દરમિયાન રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી છે.

રાજ્ય શિક્ષણ મંત્રીએ પાઠવી શુભકામનાઓ અને સંદેશ
રાજ્ય શિક્ષણ મંત્રીએ પાઠવી શુભકામનાઓ અને સંદેશ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 27, 2025, 7:32 AM IST

સુરત: રાજ્યમાં આજે 27 ફેબ્રુઆરી 2025, ગુરૂવારથી શરૂ થતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ માટે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી છે. રાજ્યમાં કુલ 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં SSC ના 9 લાખથી વધુ, HSC ના 4 લાખથી વધુ અને HSC સાયન્સ પ્રવાહના 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ સામેલ છે.

રાજ્ય શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓને સંદેશ આપતા જણાવ્યું કે, પરીક્ષાને ટેન્શન તરીકે નહીં, પણ એક ઉત્સવ તરીકે ઉજવવો જોઈએ. જો કોઈ વિદ્યાર્થી કોઈ એક પેપરમાં સારું પ્રદર્શન ન કરી શકે, તો તમને હતાશ થવાની જરૂર નથી. ઓછા માર્ક્સ જીવનનો અંત નથી. મહેનત અને ધીરજથી ભવિષ્યમાં ઉજ્જવળ સફળતા હાંસલ કરી શકાય છે. ઘણા વિદ્યાર્થીઓ ધોરણ 10 અને ધોરણ 12 પછી સખત મહેનત કરીને સિવિલ સર્વિસ સહિતની ઉચ્ચ પદવી હાંસલ કરે છે અને માતા-પિતાનું ગૌરવ વધારતા હોય છે. તેથી, માતા-પિતાએ પણ ઘરમાં સકારાત્મક માહોલ રાખવો જોઈએ જેથી વિદ્યાર્થીઓ નિડર બની પરીક્ષા આપી શકે.

રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા (Etv Bharat Gujarat)

રાજ્ય સરકારે પરીક્ષાઓનું પારદર્શક સંચાલન સુનિશ્ચિત કરવા માટે વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓની નિમણૂક કરી છે. સાથે જ ટેકનોલોજીની મદદથી તમામ પરીક્ષા કેન્દ્રો પર કડક મોનિટરિંગ રાખવામાં આવશે. મુખ્ય કેન્દ્રથી પેપરના વહન સહિતની તમામ વ્યવસ્થા માટે કંટ્રોલ રૂમમાં સતત નજર રાખવામાં આવશે.

ઉપરાંત, કોઈ પણ વિદ્યાર્થીઓને કોઈ તકલીફ પડે તો પોલીસ વિભાગ અને અન્ય શાસકીય એજન્સીઓ મદદ માટે હંમેશા તૈયાર રહેશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સૂચનાથી, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે બસ સેવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેઓ સરળતાથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે.

ગુજરાતના વિદ્યાર્થીઓ છેલ્લા અનેક વર્ષોથી બોર્ડની પરીક્ષામાં ઉત્તમ પરિણામ લાવે છે. આ વર્ષે પણ ગુજરાતના યુવાધન કઠોર મહેનત અને આત્મવિશ્વાસ સાથે શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરશે તેવી રાજ્ય શિક્ષણ મંત્રીએ આશા વ્યક્ત કરી છે. સાથે જ, માતા-પિતાને વિનંતી કરી કે, પરીક્ષાના દિવસોમાં ઘરમાં શાંતિપૂર્ણ અને પ્રોત્સાહક વાતાવરણ જળવાય, જેથી વિદ્યાર્થીઓ નિર્ભય બની પરીક્ષા આપી શકે.

આ પણ વાંચો:

  1. SSC CGL વિભાગમાં 4159 ખાલી જગ્યાઓ પર ભરતી, જાણો સંપૂર્ણ વિગત
  2. બોર્ડની પરીક્ષા માટે કચ્છનું શિક્ષણ વિભાગ સજ્જ, આ વર્ષે 5 "જૈનમુનિ" આપશે પરીક્ષા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.