ETV Bharat / state

ઘરેથી ગાંજાનું વેચાણ કરતી મહિલા ઝડપાઇ, પોલીસે લાખોની કિંમતનો ગાંજાનો જથ્થો કર્યો જપ્ત - woman selling ganja in surat

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 14, 2024, 5:47 PM IST

સુરત શહેરની પોલીસને બાતમી મળતા પ્રેમનગર ઝૂંપડપટ્ટીમાં રહેતી મહિલાના ત્યાં દરોડા પાડ્યા હતા. જે દરમિયાન પોલીસને 20.152 કિલોગ્રામનો કુલ બે લાખ એક હજાર પાંચસો વીસ રુપિયાનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો., A woman was caught selling ganja from her home in Surat

સુરતમાં ઘરેથી ગાંજાનું વેચાણ કરતી મહિલા ઝડપાઇ
સુરતમાં ઘરેથી ગાંજાનું વેચાણ કરતી મહિલા ઝડપાઇ (ETV Bharat Gujarat)

સુરત: સુરત શહેરની પાંડેસરા પોલીસે વધુ એકવાર ગાંજો ઝડપી લીધો હતો. પોલીસને બાતમી મળી હતી કે, પ્રેમનગર ઝૂંપડપટ્ટીમાં રહેતી રાની વાઘમારે નામની મહિલા ગાંજાનો જથ્થો લાવીને પોતાના ઘરેથી તેનું છૂટક વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસે ત્યાં દરોડો પાડીને 40 વર્ષીય રાની ભીમસેન વાઘમરેને ઝડપી પાડી હતી. પોલીસે તેની પાસેથી 2,01,520ની કિંમતનો 20.152 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી, પોલીસે તેની ધરપકડ કરી હતી અને ગાંજાનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અગાઉ પણ ગુનો નોંધાયો હતો: પીઆઇ એચ.એમ.ગઢવીએ જણાવ્યું હતું કે પાંડેસરા પ્રેમનગર ઝૂપડપટ્ટી છે ત્યાં એક મહિલા ગાંજાનું વેચાણ કરી રહી છે. તે બાતમીના આધારે ટીમ બનાવી પોલીસે ત્યાં રેડ કરી હતી. ત્યાંથી 20 કિલો 152 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત 2,01,520 થાય છે. વધુ તપાસ માટે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત મહિલા સામે અગાઉ એક કામરેજ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં ગુનો નોંધાયો હતો અને તે ગુનામાં હાલ જામીન પર છે.

  1. બેફામ કાર હંકારીને વૃદ્ધાને અડફેટે લઈને મોતને ઘાટ ઉતારનાર આરોપી ઝડપાયો, વૃદ્ધાને સાડા ત્રણ કિલોમીટર ઘસડી હતી - Hit and run case in Rajkot
  2. પૂર્વ પત્નિનું અપહરણ કરવાનો ઈરાદો પૂર્ણ થાય તે પહેલા જ, પોલીસે ચાર ઈસમોને ઝડપી પાડ્યા - Four people were caught in surat

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.