ભાવનગર: જિલ્લાના સંસ્કાર મંડળ ખાતે આવેલી ક્રિકેટ એકેડેમી ખાતે ETV BHARAT પહોંચ્યું હતું. અને ક્રિકેટ ખેલાડીઓ પાસેથી 9 જૂનના રોજ જે ભારત-પાકિસ્તાન મેચ થવાની છે તે વિશે તેમના મંતવ્યો જાણવાની કોશિશ કરી હતી. અહી ખેલાડીઓને પૂછવામાં આવ્યું હતું.
9 જૂનના રોજ ભારત-પાકિસ્તાન: વિશ્વ ક્રિકેટ વર્લ્ડ કપનો પ્રારંભ થઈ ગયો છે. આ સાથે વિશ્વ વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાનની મેચ આવતીકાલે 9 જૂનના રોજ રમાવા જઈ રહી છે. ભાવનગર ક્રિકેટ ખેલાડીઓ ભારત પાકિસ્તાન મેચના મુદ્દે કેવા પ્રકારની આશાઓ અને અપેક્ષાઓ રાખી રહ્યા છે તેને લઈને ETV BHARATએ તેમના મંતવ્યો જાણ્યા હતા. અહી ખેલાડીઓને પૂછવામાં આવ્યું હતું, કે કયા પ્લેયરનું બેટીંગ અને ક્યા પ્લેયરની બોલિંગ મહત્વની બની શકે છે. આ ઉપરાંત કયા કયા પ્રશ્નો પૂછ્યા અને ખેલાડીઓના શું ઉત્તર હતા, ETV BHARAT સાથેની વાતચીતમાં જાણો.
શુ અપેક્ષા છે ભારત-પાકિસ્તાન મેચમાં: ETV BHARAT સંસ્કાર મંડળ ક્રિકેટ એકેડેમીમાં પોહચ્યું હતું. અનેક ખેલાડીઓ ત્યાં પ્રેક્ટિસ કરતા નજરે પડ્યા હતા. ETV BHARATએ ખેલાડીઓ અને તેમના કોચ સાથે વાતચીત કરી હતી. રણજી ટ્રોફી સિલેક્ટર કનૈયા વાઘેલા, NIS કોચ કવીન્દ્ર ગોહિલ અને જય શિવરાઈ ક્રિકેટ કોચના જીતેન્દ્ર પાટીલ સહિત અન્ય અંડર 16 થી 19 સુધીના ખેલાડીઓએ પોતાના મત વ્યક્ત કર્યા હતા. જેમાં વિરાટ કોહલી ઉપર સારા પ્રદર્શનની આશા સેવાઇ રહી છે. તો ફાસ્ટ બોલર બુમરાહ અને સીરાજના સારા પ્રદર્શન પર નજર રાખવામાં આવી રહી છે. જો કે મેચ રસપ્રદ રહેશે કે કેમ તેના પર પણ તેમણે મત વ્યક્ત કર્યો હતો.
ખેલાડીઓએ તેમના મત રજૂ રજૂ કરતાં જણાવ્યું કે, "આજ સુધીના રિકોર્ડ જોતાં ખ્યાલ આવે છે કે ભારતની જીત થવાનો સંભાવના 90% છે. આ સાથે તેમણે આશા વ્યક્ત કરી છે કે બુમારહ, વિરાટ, સિરાજ આ બધા ખેલાડીઓ સારું રમશે. તેમણે આગળ જણાવતા કહ્યું કે મહત્વની બાબત એ છે કે ફાસ્ટ બોલર્સ કેવું પ્રદર્શન કરે છે."
વિરાટ કોહલી અને રોહિત શર્મા પર નજર: આવનાર મેચમાં કયા બેટ્સમેનનું પર્ફોર્મન્સ નોંધનીય રહેશે તે વિશે પૂછતાં અન્ય ખેલાડી તેમના મંતવ્ય રજૂ કરતાં કહ્યું કે, વિરાટ કોહલી અને રોહિત શર્માએ જે રીતે iplમાં પ્રદર્શન કર્યું છે, તે પ્રમાણે તેઓ ખૂબ સારા બેટ્સમેન તરીકે ઊભરી આવ્યા છે. આ સાથે તેઓએ પંથ તેમજ જાડેજા વિશે પણ વાત કરી છે. તેમણે આગળ જણાવતા કહ્યું કે, આ ખેલાડીઓ 100 ઓવર્સના અંદર સારા એવા રન બનાવીને આપે છે. આ સાથે તેઓએ ભારત જીતે તેવો સો ટકા વિશ્વાસ દર્શાવ્યો છે.
ખેલાડીઓની અપેક્ષાઓ: ક્રિકેટ એકેડેમીના ખેલાડીઓએ તેમની અપેક્ષાઓ રજૂ કરતાં કહ્યું કે, વિરાટ કોહલી આ વખતે સદી ફટકારે અને ભારતને જીત આપવે, હાર્દિક પડ્યા સરસ વિકેટ લે, રોહિત શર્મા સારા રન બનાવે સૌ સારું પ્રદર્શન કરે તેવી અપેક્ષા છે.