મહેસાણા: મહાશિવરાત્રીના પર્વ પર એક સેવકે વાળીનાથ ધામમાં પોતાનો એક પુત્ર અર્પણ કર્યો છે. મહેસાણાના સુપ્રસિદ્ધ તરભ ખાતેના વાળીનાથ ધામ ખાતે આજે શિવરાત્રીના પાવન પર્વે પિતાએ પોતાનો નવજાત એક દીકરો ભગવાન શિવના ધામમાં અર્પણ કર્યો છે. ગત વર્ષે વાળીનાથ ધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન 7 દિવસ સુધી એક સેવકે સેવા આપી હતી. અને તે દરમિયાન ભગવાન વાળીનાથ સમક્ષ સેવકે માનતા રાખી હતી કે, જો તેમના ઘરે બે પુત્ર જન્મશે તો એક પુત્ર વાળીનાથ ધામમાં અર્પણ કરશે. જે માનતા પૂર્ણ થતા આજે તેમણે એક વર્ષ પૂર્ણ થતા પોતાનો એક પુત્ર વાળીનાથ ધામમાં અર્પણ કર્યો હતો.
ગત 22 ફેબ્રુઆરી 2024 એ વાળીનાથ ધામની પ્રતિષ્ઠા થઈ હતી. જે પ્રતિષ્ઠા દરમિયાન એક સેવક એ 7 દિવસ સેવા આપેલી હતી. સેવા દરમિયાન સેવકે રાખેલી માનતા એક વર્ષ બાદ પૂર્ણ કરી છે. સેવકે એવી બાધા રાખી હતી કે, વાળીનાથ ભગવાન જો બે દીકરા આપશે તો એક દિકરો અર્પણ કરશે. અને પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ પણ થયું અને બે દીકરા પણ જન્મ્યા.
મૂળ જાસ્કાના અને હાલ ડીસા રહેતા કેતનભાઇ બાબરભાઈ દેસાઈ નામના સેવકે દીકરો અર્પણ કર્યો છે. વાળીનાથ ધામમાં પહોંચેલા આ પરિવારે પરિજનો અને ગ્રામજનોની હાજરીમાં દીકરો અર્પણ કર્યો હતો. વાળીનાથ ધામમાં જે બાળકને અર્પણ કરાય તેને વિશેષ અભ્યાસ કરાવવામાં આવે છે.
વાળીનાથ ધામના મહંતે જણાવ્યું હતું કે, 'બાળકને ઋષિકેશ, હરિદ્વાર, કાશીમાં સંસ્કૃતમાં અભ્યાસ કરાવવામાં આવશે. ભવિષ્યમાં આવા બાળકો સનાતન ધર્મના પ્રચાર, સંસ્કાર અને રક્ષા માટે કાર્ય કરશે.'
આ પણ વાંચો: