જૂનાગઢ : નાગા સંન્યાસીઓની શાહી રવેડી અને મૃગીકુંડમાં આસ્થાની ડૂબકી સાથે ભવનાથની ગીરી તળેટીમાં મહાશિવરાત્રીના મહાપર્વની ઉજવણી પૂર્ણ કરવામાં આવી હતી. રાત્રિના આઠ કલાકે નાગા સંન્યાસીઓની રવેડી ચારે અખાડાના ઇષ્ટદેવની હાજરીમાં નીકળી હતી. જે ગિરનાર તળેટીમાં લોકોને દર્શન આપીને પરત ભવનાથ મંદિરે ફરી હતી. જ્યાં નાગા સંન્યાસીઓએ મૃગીકુંડમાં આસ્થાની ડૂબકી લગાવીને મહાશિવરાત્રીનો તહેવાર ધામધૂમપૂર્વક ઉજવ્યો હતો.
ગિરનાર તળેટીમાં મહાશિવરાત્રી મહાઉજવણી...
મહાશિવરાત્રીનો તહેવાર મૃગીકુંડમાં આસ્થાની ડૂબકી લગાવીને નાગા સંન્યાસીઓએ ધામધૂમપૂર્વક ઉજવ્યો હતો. શિવરાત્રીના દિવસે મધ્યરાત્રીએ 12 કલાકે ભવનાથ મહાદેવને આરતી કર્યા બાદ વિધિ વિધાન સાથે ચારેય અખાડાના ઈષ્ટ દેવોને પ્રથમ પૂજા કરી હતી. ત્યારબાદ મૃગીકુંડમાં સ્નાન કરાવીને પાંચ દિવસ સુધી અલખને ઓટલે ધૂણી ધખાવીને બેઠેલા નાગા સંન્યાસીઓએ દામોદર કુંડમાં આસ્થાની ડૂબકી લગાવીને મહાશિવરાત્રીનો તહેવાર ઉજવ્યો હતો. નાગા સંન્યાસીઓએ પવિત્ર મૃગીકુંડમાં હર હર મહાદેવ અને જય શિવ શંકરના નાદ સાથે આસ્થાની ડૂબકી લગાવીને શિવરાત્રીના તહેવારની આસ્થા સાથે ઉજવણી કરી હતી.
શાહી રવેડીમાં નાગા સંન્યાસીઓના કરતબ...

મૃગીકુંડમાં સ્નાન કરતાં પૂર્વે ભવનાથમાં ધૂણી ધખાવીને પાંચ દિવસ સુધી અલખને ઓટલે મહાદેવની આરાધના કરતા નાગા સંન્યાસીઓએ શાહી રવેડીમાં અંગ કસરતના અનેક કરતબો પણ રજૂ કર્યા હતા. કેટલાક નાગા સંન્યાસીઓ પોતાના અશ્વ સાથે શાહી રવેડીમાં સામેલ થયા હતા. તો કેટલાક નાગા સંન્યાસીઓએ મહાદેવના રૂપમાં શણગાર કરીને રવેડીમાં સામેલ થયા હતા. આજે રવેડી જોવા આવેલા હજારો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર પણ બન્યા હતા.
નાગા સંન્યાસીઓની શાહી રવેડી : નાગા સંન્યાસીઓ દ્વારા શુભ રાત્રીના દિવસે એક માત્ર જૂનાગઢમાં જ રવેડી કાઢવામાં આવે છે, જેને ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્નના પ્રસંગ રૂપે જાનૈયા તરીકે ઓળખવામાં આવે છે. અંગ કસરતના કરતબો થકી પણ મહાશિવરાત્રીના તહેવારે શાહી રવેડીમાં સામેલ થઈને સૌ કોઈને શિવને સમીપ લાવી મૂક્યા હતા.