ETV Bharat / state

ખ્યાતિકાંડમાં હોસ્પિટલના ડાયરેક્ટર રાજશ્રી કોઠારીની ધરપકડ, કોરોના કાળનો કેવી રીતે લીધો લાભ - KHYATI HOSPITAL SCAM

ખ્યાતિકાંડમાં એક સિવાયના તમામ આરોપીઓ પોલીસના હાથે ચઢ્યા, કાર્તિક પટેલ ક્યારે ઝડપાશે?- khyati hospital rajshree kothari

ખ્યાતિ હોસ્પિટલ કેસમાં વધુ એકની ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલ કેસમાં વધુ એકની ધરપકડ (ETV BHARAT GUJARAT)
author img

By ETV Bharat Gujarati Team

Published : 4 hours ago

અમદાવાદઃ આડેધડ ઓપરેશન હાથ ધરીને લોકોને મોતના મુખ સુધી લઈ જવાના મામલામાં એક પછી એક આરોપીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. હાલમાં જ વધુ એક આરોપી હોસ્પિટલના ડ્યરેક્ટર રાજશ્રી કોઠારીની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધી પોતાની ધરપકડ ટાળવા તે ક્યાં છૂપાયા હતા. કોરોના કાળનો ધંધામાં કેવી રીતે ઉપયોગ કર્યો તે સહિતની બાબતોનો પોલીસ સામે ખુલાસો પણ થયો છે.

અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં શાલ હોસ્પિટલ નજીક આવેલા આદિત્ય બંગલોમાં રહેતી રાજશ્રી પ્રદિપ કોઠારી (ઉં.59) પોતાની ધરપકડ ટાળવા માટે રાજસ્થાનમાં તેના સગા સંબંધીઓને ત્યાં આશરો લઈને બેઠી હતી. જોકે પોલીસને મળેલી જાણકારી તથા ટેક્નીકલ સોર્સીસને પગલે પોલીસના હાથ રાજસ્થાન સુધી લંબાયા અને રાજશ્રીની કોટાથી ભીલવાડા વચ્ચે ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદ પોલીસના હાથે લાગેલી રાજશ્રીની પૂછપરછ કરતા દરમિયાન જાણવા મળ્યું કે, રાજશ્રી કોઠારીનો પતિ પ્રદિપ કોઠારી અને ચિરાગ રાજપૂતે કોરોના સમયે એશીયન બેરીયાટ્રીક્સ હોસ્પિટલ લીઝ પર રાખી હતી અને કોરોનાની ટ્ર્રીટમેન્ટ ચાલુ કરી હતી. કોરોના બાદ વર્ષ 2021માં રાજશ્રી કોઠારીના પતિ પ્રદિપ કોઠારીએ ઈન્વેસ્ટમેન્ટ પાર્ટનર તરીકે કાર્તિક પટેલને લાવી પોતે તથા ચિરાગ રાજપૂત અને કાર્તિક પટેલે એશીયન બેરીયાટ્રીક્સ હોસ્પિટલના ડાયરેક્ટર મહેન્દ્ર નરવરીયાના શેર ખરીદીને ડૉ. સંજય પટોલીયા સાથે ભાગીદારીમાં જોડાઈ ખ્યાતિ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટ શરૂ કરી હતી. જેમાં આરોપી રાજશ્રી કોઠારીના પતિ પ્રદિપ કોઠારીનો 3.61 ટકા હિસ્સો રાખ્યો હતો.

રાજશ્રી કોઠારી ડાયરેક્ટર તરીકે વર્ષ 2021માં સપ્ટેમ્બર મહિનાની 22મી તારીખે દાખલ થઈ. જ્યારે રાજશ્રી કોઠારીને હમણા ખ્યાતિકાંડમાં ફરિયાદ થયાની રાત્રે 8 વાગ્યાના અરસામાં જાણ થઈ ત્યારે તેણે તુરંત ફોન સ્વીચ ઓફ કરી ઘરે મુકી દીધો અને પતિ પ્રદિપ કોઠારી સાથે તેની ફોર્ચ્યુનર કાર GJ 18 BH 6256માં બેસી ઉદયપુર જતી રહી હતી. ઉદેપુરમાં પાંચેક દિવસનું રોકાણ કર્યું અને તે પછી બંને ભીલવાડા ગયા જ્યાં તેઓ દસેક દિવસ રોકાયા અને તે પછી કોટા જતા રહ્યા હતા. જ્યાં તેમણે પંદર દિવસનો વસવાટ કર્યો હતો. બાદમાં તે કોટાથી ભીલવાડા જવા નીકળી હતી. પોલીસે કોટાથી ભીલવાડા જવાના વચ્ચે તેને દબોચી લીધી હતી.

હવે પોલીસ આરોપીને કોર્ટમાં રજૂ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી રહી છે. આગળ આ કેસમાં વધુ કેટલા ખુલાસા થાય છે તે અને કાર્તિક પટેલ ક્યારે ઝડપાશે તેને લઈને સહુની મીટ મંડાઈ છે.

  1. અમરેલીના 'ડ્રોન દીદી': ડ્રોન ઉડાડી 1 મહિનામાં કરી 50 હજારથી વધુની કમાણી
  2. ભરૂચઃ આ સાયબર ફ્રોડ છે જાણવા છતા પોલીસ કોન્સ્ટેબલ રૂપિયા જતા અટકાવી કેમ ના શક્યો? 7.78 લાખનો ચૂનો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.