ETV Bharat / state

"ઈંગ્લીશ ન આવડે તો ગભરાવું નહીં" : CM પટેલ, ભાવનગરમાં 310 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત - Bhavnagar News

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 24, 2024, 5:16 PM IST

ભાવનગરના આંગણે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે 310 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. કેન્દ્રીય અન્ન અને પુરવઠા મંત્રી સહિત ધારાસભ્યો અને મેયરની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યપ્રધાન અલંગની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ભાવનગરમાં 310 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ
ભાવનગરમાં 310 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ (ETV Bharat Gujarat)
"ઈંગ્લીશ ન આવડે તો ગભરાવું નહીં" : CM પટેલ (ETV Bharat Gujarat)

ભાવનગર : ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ભાવનગર મહાનગરપાલિકા અને ગુજરાત હાઉસિંગ બોર્ડના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યપ્રધાનના હસ્તે 310 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય અને પુરવઠા મંત્રી નિમુબેન બાંભણિયા સહિત પૂર્વ અને પશ્ચિમના ધારાસભ્યોએ હાજરી આપી હતી. મુખ્યપ્રધાને અલંગની પણ ખાસ મુલાકાત લીધી હતી.

અલંગની મુલાકાતે CM પટેલ
અલંગની મુલાકાતે CM પટેલ (ETV Bharat Gujarat)

310 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત : ભાવનગર શહેરના સરદારનગર ખાતે આવેલ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે ભાવનગર મહાનગરપાલિકા અને ગુજરાત હાઉસિંગ બોર્ડના કેટલાક કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગરમાં વર્ધમાનનગર અને આદર્શનગરના રી ડેવલપમેન્ટના 31.73 કરોડના આવાસોનું લોકાર્પણ કરાયું હતું. જ્યારે EWS ફેઝ 1 અને 2ના ત્રણ માળના મકાનોનું લોકાર્પણ કરાયું હતું. આ સાથે ફાયર ફાઈટર વાહનો, અમૃત યોજના, RCC રોડ, ગાર્ડનનું બ્યુટીફિકેશન, કંસારા નદીના કાંઠામાં ત્રણ વર્ષની ડિફેક્ટ લાઇબ્રેરી પિરિયડ સાથે ડ્રેનેજ નેટવર્કનું કામ અને માર્ગ મકાન વિભાગના 30 જેટલા કામ મળીને કુલ 310 કરોડના કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું.

  • ધોલેરામાં સેમિકન્ડક્ટર ક્ષેત્ર બનવાથી ભાવનગરને મોટો ફાયદો થશે : CM પટેલ

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પોતાના વક્તવ્ય દરમિયાન જણાવ્યું કે, ધોલેરામાં સેમિકન્ડક્ટર ક્ષેત્ર બનવાથી ભાવનગરને મોટો ફાયદો થવાનો છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ગુજરાતને સફળતા મળી છે. ભાવનગરમાં 350 કરોડનો રીંગરોડ બનવાથી પણ વિસ્તારની કાયાપલટ થશે. આ સાથે મુખ્યપ્રધાને લોકો દ્વારા જાહેરમાં કચરો ફેકવાને લઈને ટકોર કરી હતી અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી.

અલંગની મુલાકાતે CM પટેલ : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અલંગની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં શિપબ્રેકિંગ એસોસિએશન સાથે મુલાકાત કરી અલંગ ઉદ્યોગના વિકાસ માટે નવા આયામો આપવા વડાપ્રધાન અને રાજ્ય સરકાર કાર્યરત હોવાનું જણાવ્યું હતું. ભાવનગરને રાજ્યનું ઝડપથી વિકસતું નગર અને જિલ્લો બનાવવા સૌ સાથે મળીને કાર્ય કરી રહ્યા છે.

પ્રાકૃતિક ખેતી કરવા અપીલ : ભાવનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતાના વક્તવ્ય દરમિયાન કાર્યક્રમ બહારની એક વાત કરી હતી. સીએમ પટેલે કહ્યું કે, ઘણાને ઈંગ્લીશ બોલતા ન આવડતું હોય તો ગભરાવું નહીં, આપણી સામે ઘણા ઇંગલિશ બોલતા હોય તો આપણે ઇમ્પ્રેશનમાં આવી જતા હોઈએ છીએ. આ સાથે પ્રાકૃતિક ખેતી પર ભાર મૂકતા કહ્યું કે, જમીનને સ્વસ્થ રાખીશું તો આપણા લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે. આથી ગાય આધારિત ખેતી કરી આપણી આવનારી પેઢીને કંઈક સારું આપીએ.

  1. ભાવનગરનું મીની તાજમહેલ 'ગંગાદેરી'ના બેદરકારીના લીધે હાલ બેહાલ
  2. અલંગ શિપબ્રેકિંગ યાર્ડ મુદ્દે શક્તિસિંહ ગોહિલનું નિવેદન, જુઓ વિડીયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.