અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કરવાની પરીક્ષા આજથી શરૂ થઈ. સવારે 10:00 વાગ્યાથી પરીક્ષાનું પ્રારંભ થયું. ધોરણ 10માં ભાષાનું પ્રથમ પેપર અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રનું પેપર રાખવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદની શેઠ સીએન વિદ્યાલયમાં પરીક્ષા આપવા આવેલા ધોરણ 10ના વિદ્યાર્થીઓ શું કહ્યું જાણો.
બોર્ડની પરીક્ષા 10 માર્ચ સુધી ચાલશે, આ પરીક્ષા સંદર્ભે છેલ્લાં કેટલાક મહિનાઓથી તૈયારી ચાલી રહી હતી, તે હવે પૂરી થઈ ગઈ અને આજથી પરીક્ષા પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના રાજ્યભરમાંથી લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જ્યારે 1244 દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ બોર્ડની પરીક્ષા આપવાના છે સુરત અને રાજકોટની જેલમાં પણ પરીક્ષાના કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે.
આ અંગે શેઠ સીએન વિદ્યાલયના પ્રિન્સિપાલ ધવલ પાઠકે જણાવ્યું હતું કે, ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી હતી. પરીક્ષાઓ નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજાય તે માટે તમામ શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. અમારી સ્કૂલમાં પણ તમામ રૂમમાં સીસીટીવી દ્વારા સજજ નજર રાખવામાં આવી છે. પ્રશ્નપત્રોને સુરક્ષિત રાખવા માટે એક ટ્રેકિંગ એપ્લિકેશનનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. જે પરીક્ષા પણ સુધી પહોંચે ત્યાં સુધી તેમને હલચલ પર નજર રાખશે. જેનાથી પેપર લીક થવાની શક્યતા ઘટશે. પરીક્ષામાં અન્યાય અટકાવવા માટે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે, એક્ઝામ હોલમાં મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રોનિક ઉપકરણ પર સખત પ્રતિબંધ છે, પરીક્ષા પ્રક્રિયાને પારદર્શક અને સુરક્ષિત બનાવવા માટે બોર્ડે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે.

આજે ધોરણ ધોરણ 10ની પરીક્ષા છે, તે માટે તમામ વિદ્યાર્થીઓને અમે સ્વાગત કર્યા તેમને તમામ ગાઈડ લાઈન આપી. શેઠ સીએન વિદ્યાલયમાં 14 બ્લોક છે, દરેક બ્લેકમાં 30 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે, અને ડિસિબલ વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ ફેસીલીટી આપવામાં આવી રહી છે. બોર્ડની તમામ પ્રકારની ગાઈડલાઈનને અમલ કરવામાં આવી રહ્યું છે, કોઈપણ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તેને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

બોર્ડની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, અમે તમામ પ્રકારની તૈયારીઓ કરીને પરીક્ષા આપવા માટે આવ્યા છે, પહેલી વખત પરીક્ષા આપી રહ્યા છે. એટલે થોડી બીક લાગી રહી છે, પરંતુ અમે આખો વર્ષ મહેનત કરી છે અને અમે સફળતા મળશે અને સારું રેન્ક મળશે એવી અપેક્ષા છે. આજે ગુજરાતી અને ઇંગ્લીશ મીડીયમ વાળા વિદ્યાર્થીઓના ઈંગ્લીશના પેપર છે. આ મારી કારકિર્દી કઈ તરફ વરશે એના માટે પહેલો સ્ટેપ છે અહીંયા અમે સારો રેન્ક લઈને અમારો ભવિષ્ય બનાવવા માટે મહેનત કરીશું.

તો વિદ્યાર્થીઓના સાથે આવેલા વાલીઓ જણાવ્યા હતા કે અમે ભરોસો છે કે અમારો બાળકો સારી રીતે પેપર લખીને આવશે અને સારો રેન્ક લાવશે, એમના રેન્ક પરથી એનું ભવિષ્ય બનશે અને એમને સાયન્સમાં એડમિશન લેવાનું છે, કે સામાન્ય પ્રવાહમાં એ નક્કી કરવામાં આવશે અને તમામ પ્રકારની તૈયારીઓ કરાવી છે, પણ પેપર કેવું આવ્યું છે, અને તે લોકો શું લખશે એ તો બોર્ડની પરીક્ષા હતી ત્યારે ખબર પડશે.